ભાવનગર શહેરમાં એક આગનો બનાવ સામે આવ્યો છે. ભાવનગર શહેરમાં આવેલા માધવદર્શન કોમ્પલેક્સમાં આવેલી જવેલર્સની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આગના બનાવને લઈને જ્વેલર્સની દુકાનમાં હાજર લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.જ્યારે આગનો બનાવ જોતા લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ આગને બુઝાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ગાડી આવી હતી.


જ્વેલર્સમાં આગ લાગી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના માધવદર્શન કોમ્પલેક્ષમાં આવેલ દિવ્ય નિર્માણ જવેલર્સની દુકાનમાં આગ લાગી હતી. જેથી અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આસપાસના લોકો એકઠા થઈ હતા. ભીષણ આગને લીધે ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા.આગને પગલે લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

આગને કાબૂમાં લેવાઈ

જ્વેલર્સની દુકાનમાં ભયાનક આગ લાગતા લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ટીમ આવી હતી. જે બાદ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.જોકે, આગને પગલે દુકાનમાં ખૂબ જ નુકસાન થવા પામ્યું હતું. દિવ્યનિર્માણ જવેલર્સની દુકાનમાં આગ લાગતા જવેલર્સની દુકાન અને તેમાં રહેલા દાગીના ખાક થઈ જતા જ્વેલર્સને ખુબ જ આર્થિક નુકસાન થયું હતું. જોકે જાનહાનિનો અહેવાલ સામે આવ્યો નથી.


  • Follow us on: