દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે માછીમારી કરતી બોટો નજરે પડી રહી છે, તો દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવા આદેશ કરાયો છે, કોઇ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? મનાઇ છતા જીવના જોખમે માછીમારી કરતા માછીમારો નજરે ચડયા છે, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા માછીમારી ન કરવા માટે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. કોની મીઠી નજર હેઠળ જીવના જોખમે માછીમારી કરવામાં આવે છે તે ખબર નથી પડતી ?
દ્વારકામાં અરબી સમુદ્ર હિલોળે ચડ્યો છે
દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતુર બની ગયો છે અને અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારેથી અતિભારે તેજ ગતિએ પવન ફૂંકાતા દરીયા કિનારે 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.માછીમારોને દરિયો ના ખેડવા માટે હવામાન વિભાગે તેમજ સ્થાનિક તંત્રએ સૂચના આપી છે.કૃષ્ણનગરી દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી દરીયો મન મુકી હિલોળે ચડ્યો છે.
ભારે પવન સાથે મોજા ઉછળ્યા
હવામાન ખાતાની આગાહીની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે જોવા મળી રહી છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. સવાર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો છે. ગાયત્રી મંદિર લાઈટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આશરે 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે દરિયા દેવના રૌદ્ર સ્વરૂપનો નજારો કેમેરામાં કેદ થયો હતો.