રાજકોટ મહાનગરપાલિકાનાં ફુડ વિભાગની ટીમે કાર્યવાહી હાથધરી છે જેમાં વિવિધ ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. જે વેપારીઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જીવન સાથે ચેડાં કરે તે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણીવાર ફુલ વિભાગના આદેશ છતાં વિક્રેતાઓ સુધરતા નથી અને બગડેલી વસ્તુઓ અથવા તો મિલાવટવાળી વસ્તુઓ આપીને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકે છે.


કેળાની વેફર, ગાયનું ઘી, સહિતના નમૂના ફેલ થયા

રાજકોટ ફૂડ વિભાગે વિક્રેતાઓ પર કાર્યવાહી કરી છે. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સંખ્યાબંધ નમૂના નાપાસ થતાં હતા. જેમાં કેળાની વેફર, ગાયનું ઘી, સહિતના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ ફૂડ વિભાગે ઉત્પાદકો અને વિક્રેતાઓને 3.5 લાખનો દંડ ફટકાર્યો હતો.

ખાણીપીણીના 21 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી

ફૂડ વિભાગે ખાણીપીણીમાં કોઈ મિલાવટવાળી વસ્તું કે બગડેલો સામાન નથી તે અંગે તપાસ હાથધરી હતી. આ દરમિયાન 21 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અખાદ્ય વસ્તુઓ મામલે ચકાસણી હાથ ધરવામાં આવતા અનેક વિક્રેતાઓ પકડાયા હતા અને તેમને ફૂટ વિભાગે આકરો દંડ પણ ફટકાર્યો હતો.

 અગાઉ નેન્સી ગૃહ ઉદ્યોગને 70,000નો દંડ ફટકારાયો

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલા નેન્સી ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતું. ફૂડ વિભાગની તપાસ દરમિયાન 110 કિલો અખાદ્ય હિંગના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય હિંગ, મરચું પાઉડર, હળદર, જીરૂ, રાઈ, ધાણી, મેથી સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા જે વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે તેમાંથી 2 નમૂના તપાસમાં ફેલ સાબિત થયા છે જેને લઈને નેન્સી ગૃહ ઉદ્યોગને રૂપિયા 70,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સિવાય શહેરના અમૃત મુખવાસ પરાબજારમાંથી મીઠા મુખવાસના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી પણ સિન્થેટિક ક્લરની ભેળસેળ નીકળી છે અને જેને લઈને ફૂડ વિભાગ કાર્યવાહી કરતા પેઢીના માલિકને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ સિવાય શહેરમાં અન્ય જગ્યાએથી પણ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે અને અખાદ્ય વસ્તુઓ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.


  • Follow us on: