• ગાવસ્કરે મિત્રના નવીન રહેણાંક મકાનની રીબીન કાપી
  • ભારતીય ક્રિકેટના માજી દિગ્ગજ કપ્તાન સુનીલ ગાવસકર નવસારી પહોંચ્યા
  • ગામમાં મહેમાન બનેલા ગાવસકરનું ઉષ્માભેર સ્વાગત કરાયુ

પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર નવસારીમાં આવ્યા છે. જેમાં મિત્રતા નિભાવવા ગાવસકર સીમલક ગામે પહોંચ્યા છે. તેમાં ગાવસકરે મિત્રના નવીન રહેણાંક મકાનની રીબીન કાપી છે. સીમલક ગામમાં સુનીલ ગાવસકરનું સ્વાગત કરાયું છે.

વિશ્વ કપની વ્યસ્તતા દરમિયાન કરેલ વાયદો ગાવસ્કરે નવસારી આવી પૂરો કર્યો

મિત્રતા નિભાવવા ભારતીય ક્રિકેટના માજી દિગ્ગજ કપ્તાન સુનીલ ગાવસકર નવસારી પહોંચ્યા છે. જેમાં પ્રથમ લિટલ માસ્ટર તરીકે વિશ્વ વિખ્યાત બનેલા ક્રિકેટર મિત્રતા માટે નવસારી પહોંચ્યા છે. જેમાં લંડન ખાતે રહેતા મૂળ નવસારીના મિત્રના આમંત્રણને માન આપી ગાવસકરનવસારી આવ્યા છે. ક્રિકેટ વિશ્વકપમાં વ્યસ્ત હોવાથી ગાવસકરે મિત્ર સૂલી પાસે પોતાને અનુકૂળ સમય માંગ્યો હતો. વિશ્વ કપની વ્યસ્તતા દરમિયાન કરેલ વાયદો ગાવસકર નવસારી આવી પૂરો કર્યો છે.

મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાવસ્કરનું કાવ્ય પઠન કરી વિશેષ બહુમાન કરાયું

જલાલપોર તાલુકાના સિમલક ગામે મિત્ર સુલી આદમે પોતાના રહેઠાણ માટે બનાવેલા નવા મકાનની રીબીન ગાવસ્કરે કાપી છે. નવસારી જિલ્લાના સીમલક ગામમાં મહેમાન બનેલા ગાવસકરનું ઉષ્માભેર સ્વાગત કરાયુ છે. તેમજ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસકરનું સીમલક ગામમાં એક સમારોહ યોજી વિશેષ સ્વાગત કરાયું છે. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાવસકરનું કાવ્ય પઠન કરી વિશેષ બહુમાન કરાયું છે. 

  • Follow us on: