સુરતના રીંગરોડ પર આવેલી શિવ શક્તિ માર્કેટમાં બુધવારે લાગેલી આગ ગુરુવારે મોડી સાંજે કાબુમાં આવી હતી. આ આગામી 500થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી અને જે વેપારીઓને નુકસાન થયું છે તેઓને 11 લાખની FOSTA દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. 


સુરતની શિવ શક્તિ માર્કેટમાં બુધવારે લાગેલી આગ સુરત જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર જમાવી ચુકી છે. 854 જેટલી દુકાનોમાંથી 500 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. આ આગના કારણે અનેક વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગમાં વેપારીઓની વ્હારે FOSTA આવ્યું છે. શિવ શક્તિ માર્કેટના વેપારીઓને 11 લાખની FOSTA દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓને સહાય માટે કમીટીની રચના પણ કરવામાં આવી છે. મદદ માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગમાં સહાય

  • FOSTA આવ્યું ભોગ બનનાર વેપારીઓની વ્હારે
  • 11 લાખની FOSTA દ્વારા સહાયની જાહેરાત
  • વેપારીઓને સહાય માટે કમીટીની રચના કરાઇ
  • મદદ માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો

આગના કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાની આશંકા

આગની શરૂઆત ટોપ ફ્લોર પર ગેરકાયદે દુકાન અને શેડમાંથી થઈ હતી, જેનું પ્રમાણરૂપ અસર પાડી અને આગ વિકરાળ બની ગઈ હતી. આગના સંકટથી માર્કેટના વેપારીઓને મોટી નુકસાનનો સામનો કરવો પડ્યો છે. માર્કેટના અંદર 850 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. આગ પર કાબુ મેળવવા માટે ત્રણ હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને 150થી વધુ ફાયર જવાનો તથા અધિકારીઓ કામે લાગ્યા હતા. ફોમયુક્ત પાણીનો મારો ચલાવવાથી આગને કાબુમાં કરવામાં સફળતા મળી.



  • Follow us on: