ભુજમાં આવેલા દેશલસર તળાવ વધુ ખરાબ સ્થિતિમાં છે. દેશલસર તળાવમાં પાણીના બદલે જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું. અગાઉ પાલિકા ત્રણ વખત તળાવની સફાઈ કર્યા બાદ પણ તળાવની હાલત સુધરી નથી. પાલિકાએ વધુ એક વાર તળાવ સફાઈ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. દેશલસરની દયનીય સ્થિતિને લઈને અનેક વખત વિપક્ષ દ્વારા તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે.


દેશલસર તળાવની દુર્દશા

ભુજમાં આવેલા રાજાશાહી સમયના ઐતિહાસીક દેશલસર તળાવની ભારે અવદશા જોવા મળી રહી છે. પાલિકા દ્વારા દેશલસર તળાવના બ્યુટીફિકેશન માટે મોટી મોટી વાતો અને જાહેરાત કરી હતી. અગાઉ પાલિકા દ્વારા દિલ્લીની સંસ્થાની મદદથી તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી.ત્યારબાદ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળી છે .પાલિકાની સફાઈ પાછળ લાખો રૂપિયાની ખર્ચ કરવા છતાંપણ તળાવમાંથી ઝેરી વનસપ્તિ જળકુંભી વારંવાર પેસારો કરી રહી છે. તળાવમાં ફરી જળકુંભીના સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. દેશલસર તળાવમાંથી વારંવાર જળકુંભી ઊગી નીકળે છે. તળાવમાંથી જળકુંભી દૂર કરવા છતાં પણ ગટરનું પાણી તળાવમાં જ જમા થતું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરાઈ છે.

સ્થાનિકોએ કરી માગ

તળાવની આસપાસ રહેતા લોકો જળકૂંભી અને ગટરના પાણીના કારણે હાલાકીનો સામાનો કરી રહ્યા છે. દૂષિત પાણી અને તેમાંથી આવતી ગંધના કારણે ત્યાંથી પસાર થવાનું પણ આરોગ્ય માટે જોખમી બન્યુ છે. હાલમાં તળાવમાં ચારે બાજુ જળકુંભીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે.હવે ઉનાળાની ગરમી શરૂ થશે.પરંતુ કાળઝાળ ગરમીને પણ ઝેરી વનસ્પતિ જળકુંભીને કોઈ અસર થતી નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. આથી ચોમાસા પહેલા જ પાલિકા દ્વારા તળાવની સફાઈ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ. તંત્ર તરફથી આશ્વાસન રૂપે હાલ જળકુંભી દૂર કરવા માટે સ્પેશ્યલ મશીનરી મંગાવી કામગીરી કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ ચોમાસા પહેલા ખરેખર તળાવમાંથી જળકૂંભી દૂર થશે કે કેમ એજોવું રહ્યું.

  • Follow us on: