• એમેઝોન ગ્રુપમાં એડ કરવાનું કહી આચરી છેતરપિંડી
  • બીટકોઈન ટ્રેડિંગના નામે વોટ્સએપ દ્વારા ઠગાઈ
  • સાયબર ક્રાઈમે ગુનો નોંધી હાથ ધરી તપાસ

અમદાવાદમાં મહિલા વેપારી સાથે રૂપિયા 73 લાખની છેતરપિંડી થઇ છે. જેમાં એમેઝોન ગ્રુપમાં એડ કરવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી છે. બીટકોઈન ટ્રેડિંગના નામે વોટ્સએપ દ્વારા ઠગાઈ થઇ છે. જેમાં મહિલાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ થઇ છે.

બીટકોઈનના ટ્રેડિંગના નામે છેતરપિંડી થઇ

સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં નવરંગપુરાની મહિલા વેપારી સાથે રૂ 73 લાખની છેતરપિંડી થઇ છે. જેમાં વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા ઠગાઈ કરવામાં આવી છે. જેમાં એમેઝોન ગ્રુપમાં એડ કરીને બીટકોઈનના ટ્રેડિંગના નામે છેતરપિંડી થઇ છે. તેમજ અંકલેશ્વરની વંદના કેમિકલ્સના માલિક જગદીશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ થાણે-મુંબઇના શુભમ એન્ટરપ્રાઈઝના લલીત રામપાલ શર્મા એ તેઓ પાસેથી અલગ-અલગ પ્રોડક્ટ બલ્ક ડ્રગ માલ મંગાવી 25.35 લાખ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલી આપ્યો હતો. જોકે, બેન્કમાં પૂરતું બેલેન્સ નહી હોવાથી ચેક બાઉન્સ થયો હતો. આજ રીતે દહીસર-મુંબઈના એસ.કે.ફાર્મા ઈન્ડસ્ટ્રીઝના સંદિપ સૈનીએ માલ મંગાવી 50.24 લાખ રૂપિયાનો ચેક મોકલ્યા હતા. તેમજ દહેરાદૂનની મેડિકો ફાર્માના સુરજ મહેતાએ પણ બલ્ક ડ્રગ પ્રોડક્ટનો માલ મંગાવી 20.97 લાખ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલી આપ્યો હતો.

હાલ તો છેતરપિંડી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

પરંતુ બેન્ક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહી હોવાથી ચેક બાઉન્સ થયા હતા. આમ ત્રણેય વેપારીઓએ વંદના કેમિકલ્સના માલિક આજદિન સુધી કુલ 96,57 લાખ ચૂકવ્યા નથી. આ ત્રણેય વેપારીઓને ટેલીફોનીક સંપર્ક કરતા ત્રણેયના ફોન બંધ આવી રહ્યા હતા.ત્રણેય વેપારીઓ પોતાના પરચેજ ઓર્ડરમાં જણાવેલ ઓફીસના સરનામે જઈ તપાસ કરતા તે નામની કોઈ ઓફિસ પણ નહીં હોવાનું જણાયું હતું, ત્યારે હાલ તો છેતરપિંડી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Follow us on: