ગઢડાના બોટાદ રોડ પર એસ.ટી. બસ પર પથ્થરમારોની ઘટના બની છે. બોટાદ રોડ પર રીલાયન્સ પેટ્રોલપંપ પાસે અજાણ્યા શખ્સે ગઢડા - બોટાદ બસ પર પથ્થરમારો કર્યો હતો. એસ.ટી બસ પર પથ્થરમારાથી બસના કાચ તૂટ્યા હતા. પોલીસે આરોપીની કરી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બોટાદ રોડ પર અજાણ્યા શખ્સે ST બસ પર પથ્થરમારો કરતા ચક્કચાર મચી જવા પામ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સે ગઢડા - બોટાદ એસટી બસ પર પથ્થરમારો કરતા સના કાચને ભારે નુકશાન થયું છે. આ ઘટના ગઢડાના બોટાદ રોડ પર રીલાયન્સ પેટ્રોલપંપ પાસે બની હતી. એસટી બસના ડ્રાઈવરે પોલીસને જાણ કરતાં પોલીસે શખ્સની ધડપકડ કરી છે.













