ગઢડામાં એક 20 વર્ષિય યુવતીએ ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાત અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


યુવતીને છેલ્લા ચારેક વર્ષથી કમરમાં દુઃખાવો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઢડા તાલુકાના માંડવધાર ગામમાં કિજલબેન વિનુભાઈ જરીમરીયા નામની 20 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. આ યુવતીને છેલ્લા ચારેક વર્ષથી કમરમાં દુઃખાવો હતો અને દવાથી તેને કોઈ ફેર નહોતો પડતો. જેથી તેણે સતત થતા દુઃખાવાથી કંટાળીને પોતાના ઘરે ગળા ફાંસો ખાધો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી

આ ઘટનામાં ગઢડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બીમારીથી કંટાળીને ઘણા લોકો આપઘાત કરી લેતા હોય છે. તેમ આ યુવતીએ પણ પોતાને થતી દર્દની પીડાને કારણે તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. હાલ તો પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું સાચુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: