• બે રીઠા આરોપીના કબજામાંથી આઈફોન સહિત ચાર મોબાઈલ મળી આવ્યા

  • સર્ચ દરમિયાન હાઈ સિક્યોરીટી બેરેકની છત પરથી 50,000 હજારની રોકડ રકમ મળી આવી
  • પોલીસે દારૂની મહેફિલ માણતા અને મોબાઈલ રાખવા બદલ નવ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી

ગાંધીધામની ગળપાદર જેલમાં પૂર્વ કચ્છ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં રહેલા 6 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. દારૂની મહેફિલ માણતા પકડાયેલા કાચા કામના 6 કેદીઓમાં ભચાઉના રીઢા બૂટલેગર યુવરાજ જાડેજા ઉપરાંત જયંતી ભાનુશાલી મર્ડર કેસના આરોપી સુરજીત પરદેશીનો પણ સમાવેશ થાય છે.

આરોપીઓ વિરુદ્ધ દારૂબંધી અને મોબાઈલ ફોન રાખવા સહિતના ગુન્હા દાખલ કરવામાં આવ્યા

જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ ફોન અને ચાર્જર પણ મળી આવ્યું છે. ચાર મોબાઈલ ફોન ચાર્જર અને દારૂની બોટલ સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. બે રીઠા આરોપીના કબજામાંથી આઈફોન સહિત ચાર મોબાઈલ મળી આવ્યા છે. સર્ચ દરમિયાન હાઈ સિક્યોરીટી બેરેકની છત પરથી 50,000 હજારની રોકડ રકમ મળી આવી છે. પોલીસે કુલ 1 લાખ 40 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ દારૂબંધી અને મોબાઈલ ફોન રાખવા સહિતના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થયા

હાલ પોલીસે જેલમાં દારૂની મહેફિલ માણતા અને મોબાઈલ રાખવા બદલ નવ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં ભચાઉનો કુખ્યાત બુટલેગર યુવરાજ જાડેજાનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી બાદ હવે જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થયા છે. આરોપી પાસેથી મોબાઈલ અને દારૂ કયાંથી આવ્યો? શું જેલમાં જેલ પ્રશાસન દ્વારા આરોપીઓને દારૂ અને મોબાઈલ સુવિધા આપવામાં આવે છે. જેલમાંથી મળેલી રોકડ રકમ કોની છે? જેલમાં આરોપીને કોણ જલસા કરવી રહ્યું છે. જેલના કયા અધિકારીની સંડોવણી છે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દારૂ પીધેલા કેદીઓના નામ

  1. મનોજ ઉર્ફે પકાડો માતંગ
  2. રોહિત ગોવિંદ ગરવા
  3.  શિવભદ્ર સિંહ સુખદેવ સિંહ જાડેજા
  4.  ગોવિંદ હરજી મહેશ્વરી
  5.  યુવરાજ રાજેન્દ્ર સિંહ જાડેજા
  6. રોહિતસંગ ઉર્ફે રામ પ્રસાદસંગ ઠાકુર

મોબાઈલ ફોન મળી આવેલા કેદીઓ

  1.  યુવરાજ રાજેન્દ્ર સિંહ જાડેજા
  2.  સૂરજીત દેવીસિંગ પરદેશી
  3. રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા
  4. હિતેન્દ્ર સિંહ ઉર્ફે હીતુભા કરણ સિંહ ઝાલા

કબેજ કરવામાં આવેલો મુદ્દામાલ

  • 1 પાણીની બોટલમાં 100 એમએલ જેટલો વિદેશી દારૂ
  •  બે આઈફોન
  •  એક એન્ડ્રોઈડ મોબાઈલ
  •  કીપેડ વાળો સાદો મોબાઈલ
  •  ચાર્જર - 2 નંગ
  •  રોકડ રૂપિયા 50,000
  • કુલ મુદ્દામાલ - 1,40,700 રૂપિયા

  • Follow us on: