• ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં હજારોની ચૂડવેલનો ઉપદ્રવ

  • તાત્કાલિક અસરથી શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું
  •  ચૂડવેલ ઉપર નિયંત્રણ નહીં આવતાં ગાંધીનગર અને અમદાવાદ કોર્પોરેશનની મદદ લેવાઈ

ગાંધીનગરની સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં હજારોની ચૂડવેલનો ઉપદ્રવ વધી જતાં તાત્કાલિક અસરથી શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. GNLU કેમ્પસમાં અચાનક જ હજારોની ચૂડવેલના ઝૂંડો ફરી વળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી

ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ સહિતના સમગ્ર કેમ્પસમાં ચૂડવેલનો ઉપદ્રવ વધી જતાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પેસ્ટી સાઈડની ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી. પરંતુ બે દિવસથી ચૂડવેલ ઉપર નિયંત્રણ નહીં આવતાં ગાંધીનગર અને અમદાવાદ કોર્પોરેશનની મદદ લેવાઈ છે. 31 જુલાઈ સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂડવેલનો ઉપદ્રવ વધી જતાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરી હતી. જેનાં પગલે તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી છે.

20 દિવસ સુધી શૈક્ષણિક કાર્ય બંધ

વિદ્યાર્થીઓની સુરક્ષાના પગલે હાલમાં 20 દિવસ સુધી કેમ્પસમાં શૈક્ષણિક કામકાજ બંધ રાખવામાં આવ્યું છે પણ વિદ્યાર્થીઓને ત્યાં સુધી ઓનલાઈન પદ્ધિત દ્વારા શિક્ષણ આપવામાં આવશે, જેના કારણે તેમના અભ્યાસને નુકસાન ના પહોંચે. ઉલ્લેખનીય છે કે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આ કેમ્પસમાં અભ્યાસ કરે છે, જેથી તેમના અભ્યાસને કોઈ ખલેલ ના પહોંચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

  • Follow us on: