ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ધાટન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવશે. જેમાં આરોગ્યની સેવાઓ, યોજનાઓ અને ડિજીટલ ડેટાબેઝ તથા ડેશબોર્ડ થકી મોનિટરિંગ કરવામાં આવશે. કોરોના જેવી સ્થિતિમાં રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરાશે. જેનાથી દર્દીઓને યોગ્ય સેવા અને ફીડબેક આપવામાં મળશે. PMJY, રસીકરણ અને નવા આવતા કેસોનું મોનિટરિંગ હાથ ધરાશે.


દર્દીઓ માટેની સેવાઓનું અપાશે ફીડબેક

ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ધાટન થયા બાદ મહત્ત્વની સેવાઓ દર્દીઓ માટે સમયસૂચકતાનું કામ કરશે. આ આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં 104 દ્વારા દર્દીઓ માટેની સેવાઓનું ફીડબેક પણ મળશે. જે ડેટાબેઝ માટે ઉપયોગી સાબિત થશે. કોરોના જેવી સ્થિતિમાં રીયલ ટાઈમ મોનિટરીંગ કરવામાં આવશે. ડિજીટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ થકી મોનિટરિંગ હાથ ધરવામાં આવશે. તો PMJY, રસીકરણ અને નવા આવતા કેસોનું પણ મોનિટરિંગ કરવામાં આવશે. આરોગ્યલક્ષી સેવાઓના ડેટાબેઝનું મોનિટરિંગ તબીબો માટે કારગર નિવડશે.

કોરોનાની સ્થિતિમાં થશે મોનિટરીંગ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના સ્વાસ્થ્ય માટે હમેંશા તૈયાર રહે છે. તેઓ રાજ્યમાં કોઇ દર્દીને હાલાકી ન પડે તે માટે કાર્યરત રહે છે. ત્યારે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન એક નવી પહેલ સાબિત થઇ શકે છે. આરોગ્યલક્ષી સેવાઓના ડેટાબેઝનું મોનિટરિંગ, આરોગ્ય સેવાઓ, યોજનાઓ મોનિટરિંગ, ડેટાબેઝનું મોનિટરિંગ દરેક પ્રકારે મહત્ત્વનું સાબિત થશે. 

  • Follow us on: