ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ સાથે પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠક સકારાત્મ રહી હોવાનું સામે આવ્યુ છે. ગ્રેડ પે સુધારા કરવા સંદર્ભે આ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રેડ પેમાં સુધારો કરવા સરકાર સંમત થઈ હોવાનો દાવો આરોગ્ય કર્મચારી મહાસંઘે કર્યો હતો. હવે આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને મળવા પાત્ર લાભો બાબતે ચર્ચા કરશે.
ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ સાથે બેઠક
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની પડતર માંગણીઓ મામલે આરોગ્ય વિભાગ સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક યોજાઇ હતી. ગ્રેડ પેનો સુધારો કરવા સંદર્ભે ચર્ચા હાથ ધરાઇ હતી. ગ્રેડ પેમાં સુધારો કરવા સરકાર સંમત થઈ હોવાનો આરોગ્ય કર્મચારી મહાસંઘે દાવો કર્યો છે. તો હવે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને આગળની ચર્ચા કરશે. સરકાર સાથે સકારાત્મ ચર્ચા અંગે આશા વ્યક્ત કરાઇ છે. 12 દિવસમાં માંગણીઓ સંદર્ભે પરિપત્રો સરકાર કરશે. અને 21 દિવસની હડતાળમાં રજાનો પગાર આપવામાં આવશે.
આરોગ્ય મંત્રી CM સાથે ચર્ચા કરશે: મહાસંઘ
ગાંધીનગરમાં પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓની બેઠક આરોગ્ય વિભાગ સાથે યોજાતા સકારાત્મકતા જોવા મળી હતી. આરોગ્ય વિભાગ સાથે આરોગ્યકર્મી મહાસંઘની બેઠક યોજવામાં આવી હતી. હવે આરોગ્ય મંત્રી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે તેવો દાવો મહાસંઘે વ્યક્ત કર્યો છે. હાલની ચર્ચામાં યોગ્ય વલણ જોવા મળ્યુ હતુ. મહાસંઘે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, હવે ભવિષ્યમાં સરકાર સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય કરશે. 12 દિવસમાં માંગણીઓ સામે સરકાર પરિપત્ર આપશે. અને સાથે જ 21 દિવસની હડતાળમાં રજાનો પગાર પણ કર્મચારીઓને આપવામાં આવશે.