રાજ્યભરમાં નૂતન વર્ષની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે પંરપરા પ્રમાણે રાજ્યના મુખ્યપ્રધાન નવા વર્ષની શરુઆત કરે છે. ત્યારે આ વર્ષે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષની શરુઆત ગાંધીનગરમાં પંચનાથ મહાદેવ મંદિરમાં દર્શન સાથે કરી. જે પછી તેમણે અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં પણ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી દાદા ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હોવાથી ત્યાં પણ દર્શન કર્યા હતા. જે પછી તેમણે નવા વર્ષે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રીઓ અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી.
મંત્રી નિવાસ સાથે સ્નેહ મિલન સમારોહ













