ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માહિતીને રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્ય સરકારમાં જૂની પેન્શન યોજનાના અમલ માટે રાજ્ય સરકારે સૌદ્ધાંતિક મજૂરી આપી હતી. પરંતુ આ અંગે કોઈપણ લેખિતમાંમાં પરિપત્ર અથવા ઠરાવ પસાર કર્યો નથી. કારણ કે, જૂની પેન્શન યોજના અંગે સૌદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ પણ ઘણા મહિનાઓ વીતિ ગયા છે.


CM ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત 

મળતી માહિતી મુજબ, તાજેતરમાં જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત બાદ લેખિતમાં રજૂઆત ન થતા, આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે લેખિતમાં રજૂઆત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી હતી. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા ગત દિવસોમાં વર્ષ 2005 પહેલા ના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઓલ્ડ પેંશન સ્કીમ અંગેનો લાભ આપવાની જાહેરાત બાદ પણ ઠરાવ ન થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેંશન સ્કીમનો લાભ આપવા જાહેરાત કરાઇ હતી, જો કે સરકારે સૈદ્ધાંતિક મજૂરીની જાહેરાત કરી પણ પરિપત્ર હજુ સુધી ન કર્યો. પરિપત્ર કરવામાં વિલંબ થતા મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જો કે પાછલી સરકારમા પણ જૂની પેશન સ્કીમનો લાભ આપવાની જાહેરાત કરાયા બાદ નોટિફિકેશન જાહેર નહોતું કરાયું. માત્ર જાહેરાત બાદ નોટિફિકેશન હજુ સુધી જાહેર ન થતા કર્મચારીઓ દુવિધામાં મુકાયા છે.

  • Follow us on: