કોફીમાં મેળવો આ 4 પ્રકારના મસાલા, વજન ઓછું કરવામાં મળશે મદદ
વજન ઓછું કરવા ઘણા લોકો કોફ઼ીનું સેવન કરતા હોય છે. પરંતુ તમે શું જાણો છો કે બ્લેક કોફીમાં અમુક મસાલા મેળવવામાં આવે તો વઘુ અસરકારક બની શકે છે. આજે આપને તે મસાલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ..
કોફીમાં મેળવો આ 4 પ્રકારના મસાલા, વજન ઓછું કરવામાં મળશે મદદ
આહાર અને વ્યાયામની સાથે સાથે, કેટલાક ફેરફારો પણ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો બ્લેક કોફીમાં કિચનના ખાસ પ્રકારના મસાલા ઉમેરવામાં આવે તો તેના ફાયદા વઘી જાય છે. બ્લેક કોફીમાં હાજર કેફીન તમારા મેટાબોલિઝમને વેગ આપે છે ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. પરંતુ જો તમે જો રોજિંદા જીવનમાં રસોડાના હાજર ખાસ પ્રકારના મસાલાઓનો સમાવેશ કરવામાં આવે તો તમારી વજન ઘટાડવાની મુસાફરી સરળ બનાવી શકે છે.
આ મસાલાઓમાં એવા પોષક તત્વો હોય છે જે માત્ર વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે, તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વઘુ મજબૂત બનાવે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને કુદરતી પદ્ધતિઓ અપનાવવા માંગતા હોય તો, તમે બ્લેક કોફીમાં આ મસાલા ઉમેરો. આ ફક્ત તમારા સ્વાદને જ નહીં, પરંતુ તમારા શરીર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બ્લેક કોફીમાં 4 ખાસ પ્રકારના મસાલા ઉમેરવામાં આવ્યા છે.
તજ
તજ સાથે બ્લેક કોફી પીવાથી વજન ઘટાડવામાં મદદ તો મળશે જ સાથે તેમાં રહેલા પોષક તત્વો તમારા મેટાબોલિઝમને ઝડપી બનાવવામાં મદદ કરે છે અને શરીરમાં રહેલ ચરબી પણ બર્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે જ્યારે પણ તમે બ્લેક કોફી પીઓ, ત્યારે તેમાં એક ચપટી તજ પાવડર અવશ્ય ઉમેરો.
આદુ
ઘણા લોકો શિયાળામાં આદુનું વધુ સેવન કરતા હોય છે.આદુ શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે, વજન ઘટાડવાનો પણ સમાવેશ થાય તેમાં છે, તેમાં ઘણા જ ગુણધર્મો છે જે પેટની ચરબી ઘટા઼ડવામાં મદદ કરે છે, ત્યારે હવે બ્લેક કોફીમાં થોડું છીણેલું આદુ મિક્સ કરીને પીવો જે ફાયદાકારક રહેશે
હળદર
હળદરમાં ખાસ પ્રકારના કર્ક્યુમિન હોય છે, વજન ઓછું કરવામાં મદદ કરે છે. અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોવ તો બ્લેક કોફીમાં હળદરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તો હવેથી બ્લેક કોફીમાં એક ચપટી હળદનો પાવડર ઉમેરો અને રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.
કાળા મરી
કાળા મરી વજન ઘટાડવામાં પણ ખૂબ અસરકારક છે. કાળા મરીમાં પીપાઈન હોય છે, જે ફેટ બર્ન કરવામાં મદદરૂપ હોય છે. તેથી, વજન ઘટાડવા માટે હવેથી તમારી કોફીમાં થોડા કાળા મરીનો પાવડર ઉમેરો અને રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તમને ખૂબ જ જલ્દી જ અસર જોવા મળશે.
તેનો કેવી રીતે ઉપયોગ કરવો
આ મસાલાને બ્લેક કોફીમાં મિક્સ કરીને સવારે ખાલી પેટ પીશો તો જલ્દી ફાયદા મળી શકે છે. વજન ઘટાડવામાં પણ ઝડપી પરિણામો જોવા મળશે તેને દિવસમાં એક-બે વખત પીવો . ખાસ યાદ રાખો કે તેમાં ખાંડ અને ક્રીમનો ઉપયોગ ન કરો, જેથી તેના ફાયદા જળવાઈ રહે.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ફિઝિશિયનની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.













