ભાવનગરમાં લુખ્ખા તત્ત્વો ખૂબ જ બેફામ બની ગયા છે. લોકોને હેરાન પરેશાન કરીને આતંક મચાવનારા આવા તત્ત્વો સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. જાહેરમાં તલવાર-છરીઓ વડે લોકોમાં રોફ જમાવતા તત્ત્વોના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી જાય છે,
લુખ્ખા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવું ખૂબ જ જરુરી બની જાય છે. ત્યારે ભાવનગર શહેરના આઝાદનગરમાં એક યુવકે આતંક મચાવ્યો હતો. જેને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
યુવકે હથિયાર સાથે ઉઘરાણી કરી
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના આઝાદનગરમાં એક 20 વર્ષીય યુવકે આતંક મચાવ્યો હતો. આઝાદનગરમાં 20 વર્ષીય યુવાન વ્યાજે આપેલા પૈસા પરત લેવા માટે આવ્યો હતો. જે દરમિયાન હથિયાર વડે ઉઘરાણી કરવા આવતા ભયનો માહોલ સર્જાયો હતો. યુવાને હથિયાર વડે આવીને ડરનો માહોલ સર્જ્યો હતો. જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ તેણે હથિયાર વડે ઉઘરાણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોને લઈને ઘોઘારોડ પોલીસ હરકતમાં આવી હતી.
યુવક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી
વ્યાજે પૈસા પરત લેવા હથિયાર બતાવતા યુવકનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જેની સામે ઘોઘારોડ પોલીસે કાર્યવાહી કરી હતી. ઘોઘારોડ પોલીસે 20 વર્ષીય યુવાન સામે ગુનો નોંધ્યો હતો. જે આરોપી યુવકની ઘોઘારોડ પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.શહેરના આઝાદનગરના યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.હજુ પણ ઘણા એવા તત્ત્વો છે. જેની સામે પોલીસે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.જનતામાં આતંક ફેલાવવો, ભય ફેલાવતા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવું ખૂબ જ જરુરી છે.