ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ઉનામાં સગા ભાઈએ જ બહેનનું ઘર ભાંગ્યુ હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉના શહેરમાં હત્યાની ઘટનાને લઈને હત્યારા ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. અગાઉ ઉનામાં નાલીયા માંડવી ગામમાં બે સગા ભાઈઓએ વચ્ચે વેરઝેરને પગલે હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. જેના બાદ હાલમાં સગાભાઈએ પોતાના બનેવી પર ઘાતકી હુમલો કર્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે.


અકસ્માતની ઘટનામાં મોટો ઘટસ્ફોટ

ઉનામાં કોડીનારના વેલણ ગામે રહેતા ભરત ગિરી ઉર્ફે ભારતીગીરી ગૌસ્વામી નામના 56 વર્ષના આઘેડનું ગત 21 એપ્રિલે રાત્રે 11 કલાક આસપાસ અકસ્માત થયાની જાણ પોલીસમાં કરવામાં આવી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયાનું જાહેર થયું હતું. શરૂઆતમાં પોલીસને એવી જાણકારી મળી હતી કે જી ઈ બી વિસ્તારની શેરીમાં અજાણ્યા વાહનની હડફેટે અકસ્માત થયો છે. જો કે ઉના પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ત્યાંની સ્થિતિ જોતા અકસ્માતને લઈ શંકા ઉપજી હતી. જેના બાદ આસપાસના સીસીટીવી ચેક કર્યા અને શેરીમાં અન્ય લોકોની પૂછપરછ પણ કરી.

અકસ્માતની શંકા, પોલીસે હાથ ધરી તપાસ

પોલીસના મનમાં શંકા હતી કે રાત્રિના 11 કલાકે શેરી વિસ્તારમાં કઈ રીતે વાહનની અડફેટે મોત થાય. પોલીસને શંકા કુશંકા થતા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વિકલાંગ સાળાએ જ પોતાની બહેનનું ઘર ઉજાડયું. કોડીનારના મૃતક ભરત ગિરી ગૌસ્વામીનો વિકલાંગ સાળો રોહિત ગિરી ઉર્ફે રિકી બાપુ ઉના માં રહે છે. મૃતક ભરત ગિરી ગોસ્વામી તેમના સાળા રોહિત ગિરી અને પરિવાર ના સદસ્યો સાથે જામવાળા ગીરમાં આવેલા કનકાઈ માતાના મંદિરે દર્શન માટે સવારે ગયા હતા. જ્યાં રોહિત ગિરી ઉર્ફે રિક્કીને જંગલ અંદર ફેંકવાનીના પાડતા સાળા બનેવી વચ્ચે વિવાદ થયો હતો. જે વિવાદ ના કારણે આરોપી રોહિત ગિરી વાહનમાંથી નીચે ઉતરી બસ મારફતે ઉના પરત ફર્યો હતો. જ્યારે તેનો બનેવી ભરત ગિરી પરિવાર સાથે માતાજી ના દર્શન કરી રાત્રે પરત ફર્યા હતા

બનેવીએ સાળાનું કાસળ કાઢ્યું

બીજી તરફ રોહિત ગિરી ઉર્ફે રિકી ગીરમાં અધવચ્ચેથી પરત તો ફર્યો હતો. પરંતુ તેની અંદર પ્રતિશોધની ભાવના સળગતી હતી.. 21 એપ્રિલે વિકલાંગ આરોપી રોહિત ગિરીએ પોતાના એક દોસ્તની એક વાન માંગી અને રાત્રિના 11 કલાકે ઉનાની જી ઈ બી વિસ્તારની શેરી માં બેઠો હતો. તેનો બનેવી ભરત ગિરી અને અન્ય પરિવારના સદસ્યો રાત્રે 11.15 આસપાસ ચાલીને આવતા હતા તે સમયે વિકલાંગ આરોપી રોહિત ઉર્ફે રિકીએ ઇકો વાન છે તે પોતાના બનેવી માથે ચડાવી દીધું અને તે કારની નીચે તેને કચડી નાખતા હોસ્પિટલ ખસેડાયો હતો. સાળા એ જ પોતાના બનેવી ને કચડી નાખ્યો જે વાત શરૂઆતમાં પરિવારે છુપાવી હતી. અને અજાણ્યા વાહનના અડફેટના કારણે ભરત ગિરીનું મોત થયું હોવાની જાણકારી પોલીસને આપી હતી. જેથી વિકલાંગ રોહિત ઉર્ફે રિકીને જેલમાં ના જવું પડે. જો કે ઉના પીઆઈને આ સમગ્ર મામલે શંકા જતા તપાસ કરી અને હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે..

  • Follow us on: