ગીર સોમનાથમાં દરિયામાં ઉછળકુદ કરતી ડોલ્ફિન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા જ છે. તાજેતરમાં પ્રવાસીઓ માટે એક અન્ય વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આકર્ષણનું કેન્દ્ર ડોલ્ફિનનું એક ઝુંડ છે. ઉનાના અહેમદપુર માંડવી બીચ ખાતે લોકો પહોંચ્યા છે.


ગીર સોમનાથમાં આવેલા અહેમદપુર માંડવી દરિયામાં ડોલ્ફિનના અનેક જૂથ જોવા મળ્યા હતા. ઉનાના અહેમદપુર માંડવી બીચ ખાતે ડોલ્ફિન નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરિયામાં ઉછળકુદ કરતી ડોલ્ફિન કેમેરામાં કેદ થઇ છે. મળતી માહિતી મુજબ, ઉનાના અહેમદ પુર માંડવી બીચ ખાતેની ડોલ્ફિન  આકર્ષણનું કેન્દ્ર બની છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટરે વ્હેલી સવારે બીચ ફેસ્ટિવલ અંતર્ગત દીવ નજીક ઉનામાં અહેમદ પુર માંડવી બીચ ખાતે ડોલ્ફિન નિહાળવા પહોચ્યા હતા. દરિયામાં ઉછળ કુદ કરતી અનેક ડોલ્ફિન કેમેરામાં કેદ થઇ છે. 

આજકાલ ડોલ્ફિનના આ ઝુંડને જોઈને સહેલાણીઓ રોમાંચિત બની રહ્યા છે. જોકે, ડોલ્ફિનને જોવા માટે સવારે વહેલા ઉઠવું પડે છે. ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફિન ઉનાના અહેમદપુર માંડવીના દરિયામાં મહેમાન બને છે. કડકડતી ઠંડીમાં આ ડોલ્ફિન ઉનાના અહેમદપુર માંડવીના બીચ નજીક આવી પહોંચે છે. સામાન્ય રીતે સવારે સવારે 6થી 10 સુધી ડોલ્ફિન જોવા મળે છે. કારણ કે એવું છે કે આ સમયે દરિયો શાંત હોવાથી ડોલ્ફિન બીચ નજીકના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અહેમદપુર માંડવી દરિયામાં ડોલ્ફિનના અનેક જૂથ ઉછળકુદ કરતી નજરે પડી રહી છે. શિયાળામાં મોટી સંખ્યમાં ડોલ્ફિન અહી જોવા મળે છે. સહેલાણીઓ અહીંયા ડોલ્ફિન જોવા માટે વહેલી સવારથી સહેલાણીઓ જોવા મટે પહોંચે છે. આ ડોલ્ફિનના ઝુંડને જોઇને લોકો આણંદની લાણગી અનુભવે છે. 


  • Follow us on: