ગુજરાતમાં ગેરકાયદે દબાણો કરીને સરકારી જમીનો પચાવનારા લોકો માટે હાલ કપરો કાળ ચાલી રહ્યો છે. કારણ કે દાદાનું બુલડોઝર રાજ્યના ખૂણે ખૂણે ફરીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી રહ્યું છે. ત્યારે કચ્છના મુદ્રામાં ગેરકાયદે દબાણો હટાવવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.


દ્વારકાની સાથે જામનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ડિમોલિશન કરાઈ રહ્યું છે. તો બીજી તરફ ઉનામાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. હવે કચ્છના મુદ્રામાં તંત્રની નોટિસ બાદ નાના કપાયા આસપાસના ગેરકાયદે દબાણો હટાવાયા છે. કચ્છના મુદ્રામાં ગેરકાયદે ભંગારના વાડા તોડી પડાયા છે.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો કરીને કરોડોની મહામુલી જમીન પર કબજો કરી દેનારા લોકો સામે જોરદાર એક્શન હાલ જોવા મળી રહ્યા છે...છેલ્લા ઘણા સમયથી દાદાનું બુલડોઝર ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને જ્યાં દબાણો દેખાય ત્યાં પહોંચીને તેને જમીનદોસ્ત કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, કચ્છના મુન્દ્રામાં ગેર કાયદેસર દબાણ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના કપાયા આસપાસ આવેલા દબાણો હટાવવા માટેતંત્રએ નોટિસ આપ્યા બાદ દબાણ તોડવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ગેર કાયદેસર ભંગારના વાડા તોડવામાં આવ્યા છે.

  • Follow us on: