રાજકોટ મનપા દ્વરા વેરા વસૂલાત કરવા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી. રીકવરી ઝુંબેશ અંતર્ગત મુજબ કાર્યવાહી કરતાં 10 મિલકતોને સીલ કરવામાં આવી. જ્યારે 11 મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થઈ હતી. મનપા દ્વારા વોર્ડ નબર 3,4,5,10,13,14,15 અને 18માં વેરા વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઈ. વેરાની ચૂકવણી ના કરનારા સામે મિલકત જપ્ત કરવા તેમજ નોટિસ ફટકારવાની કામગીરી કરાઈ.


વેરો ના ભરનારા સામે કડક કાર્યવાહી 

મનપા દ્વારા વેરો ના ભરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. આજે હાથ ધરેલ વેરા વસૂલાત ઝુંબેશમાં 2 મિલ્કતોને ટાંચ માટે જપ્તી નોટીસ આપવામાં આવી અને 3 નળ કનેક્શન કાપવામાં આવ્યા. વેરા વસૂલાત ઝુંબેશમાં મનપાએ 10 મિલકતોની સીલ કરી જ્યારે 11 મિલકતોની સીલની કાર્વાહી કરતાં 29.46 લાખની રિકવરી કરી.નોંધનીય છે કે મહાનગરપાલિકાએ આ વખતે વર્ષ 2024-25 માટે વેરાની વસૂલાતનો 410 કરોડનો ટાર્ગેટ રાખ્યો છે. અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયાની વેરાની વસૂલાત કરવામાં આવી છે.

મિલકતો સીલ કરી

વેરાની વસૂલાતની કાર્યવાહીમાં જ્યારે મિલકતોને સીલ કરાય છે ત્યારે મિલકતધારકો ચેક આપી કાર્યવાહીથી બચવા પ્રયાસ કરે છે. કેટલાક સંજોગોમાં ચેક રિર્ટન થતા મનપાને મોટું નુકસાન થાય છે. વેરા વસૂલાત ઝુંબેશ હેઠળ નોટિસ ફટકારતા મિલકત ધારકોએ આપેલા ચેક બાઉન્સ થયાના કિસ્સા પણ સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં 4 કરોડ 58 લાખના 856 ચેક રિટર્ન બાઉન્થસ યા હતા. જો કે મનપા હવે ચેક રિટર્ન થવા મામલે આકરું વલણ અપનાવતા ફોજદારી ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

મનપાના પ્રયાસ

મનપા પોતાની છબી સુધારવા નાગરિકોને ફરિયાદ સાંભળવા નવતર પ્રયોગ હાથ ધર્યો. હવે ટેકનોલોજીના જમાનામાં નાગરિકો પોતાના પ્રશ્નોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. અને અધિકારીઓ પોતાના મોબાઈલમાં જ નાગરિકોની ફરિયાદ જોઈ શકશે. એક બાજુ મનપા વેરાની વસૂલાત ના કરનારા સામે ઝુંબેશ શરૂ કરી કડક વલણ અપનાવતા વેરાની વસૂલાત કરી રહી છે. ત્યારે સરકારી કચેરીઓનો કરોડોનો વેરો બાકી છે તેનો શું ?


  • Follow us on: