ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રૂજી છે. 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. મોટા ધડાકાનો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગામડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથના તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોટા ધડાકા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ધડાકાનો અવાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.