ગીર સોમનાથના તાલાલા અને આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો. તાલાલા અને આસપાસના વિસ્તારમાં 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 11:04 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 6 કિલોમીટર ઇસ્ટ નોર્થ હોવાનું સામે આવ્યું છે.


નોંધનીય છે કે, તાલાલા ગીર વિસ્તારમાં આજે સવારે 11:04 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 2.0ની તીવ્રતા નોંધાય હતી. ભૂકંપના આંચકાને લીધે લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદૂ ઇસ્ટ નોર્થ તાલાલાથી 6 કિમિ દુર નોંધાયું છે. ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ભય ફેલાયો હતો. હજુ સુધી કોઈ જાનમાલની નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

અગાઉ પણ કચ્છ અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. માહિતી પ્રમાણે, આજે ગીર સોમનાથના તાલાલા-સાસણ ગીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2 વાગ્યેને 47 મિનીટે અહીં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ સિવાય અગાઉ બપોરે 12 વાગ્યે પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. બંન્ને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોર્થ ઈસ્ટ હોવાનું સામે આવ્યું હતું.


  • Follow us on: