ઉના તાલુકાના નવાબંદર અને સૈયદ રાજપરા ગામે આશરે 900 જેટલી બોટો માછીમારી કરે છે, હાલ લો પ્રેસરને લઈને અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને લઇને તા.17 થી માછીમારીના ટોકન બંધ કરી દીધા છે અને દરિયામાં માછીમારી કરી રહેલ બોટોને પરત આવવા સૂચન કરેલ છે છતાં હજુ 20 થી 25 ટકા બોટો દરિયામાં માછીમારી કરતી નજરે પડી.
ખલાસીઓ જીવના જોખમે કરે છે માછીમારી
એક તરફ પાકિસ્તાન સાથેના સંબંધો વણસેલા છે જેથી દેશની સુરક્ષાને લઈને પણ તકેદારી રાખવા માટે બોટ માલિકોને દરિયાના ખેડવા સૂચન કરવામાં આવ્યું છે પણ નવાબંદર જેટી ઉપર નજરો કંઈક અલગ જોવા મળ્યો, નવી બની રહેલ જેટી થી દૂર દરિયામાં 40 થી 50 બોટ માછીમારી કરતી નજરે પડી, ત્યારે આ માછીમારી કરી રહેલ બોટ માટે કોણ જવાબદાર...? શું મરીન પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે આ માછીમારી..? દરિયામાં આવી રહેલ શકિત વાવાઝોડાની આગાહી બદલાય અને ફરી વાવાઝોડું આવે તો આ બોરના ખલાસીઓના જીવ માટે કોણ જવાબદાર...?
આ તારીખથી માછીમારી પર 15 દિવસનો પ્રતિબંધ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના મત્સ્યોદ્યોગ કમિશનરે માછીમારોને લઈને સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં 1 જૂનથી 15 ઓગષ્ટ, 2025 સુધી યાંત્રિક બોટ દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટને બાકાત રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અરબ સાગરમાં દર વર્ષે સક્રિય ચોમાસાની ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા પણ આ પ્રકારે માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.