ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગીર સોમનાથના એક ગામમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. મહિલાઓને પાણી માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હોવાની માહિતી સામે આવી છે તેની પાછળનું જવાબદાર કારણ પાણી ચોરોને માનવામાં આવે છે.
પાણી માટે પોકારો ઉઠ્યા
ગીર સોમનાથ જીલ્લાનો કોડીનાર તાલુકો જ્યાં શિંગોડા નદી અને નર્મદાનું પાણી લોકો માટે જીવાદોરી સમાન બન્યું છે અને પીવાના પાણીની સમસ્યા અહીં ભૂતકાળ બની ગઈ છે પરંતુ હવે કોડીનારના માલગામથી પાણીના પોકાર ઉઠી રહ્યા છે અહીં મહિલાઓને પાણી માટે વાડી વિસ્તારોમાં ભટકવું પડી રહ્યું છે તો ગામના પાણી પુરવઠાના સમમાંથી પણ પાણી સીંચીને બહાર કાઢવાની ફરજ પડી રહી છે સ્થાનિક મહિલાઓનું કેહવુ છે કે છેલા એકાદ બે મહિનાથી તેમને પાણી મળ્યું નથી આમ તો અહીં નળ કનેક્શન દ્વારા ઘરે ઘરે પાણીની વ્યવસ્થા હતી પરંતુ બે મહિનાથી ઘરના નળમાં પાણીનું ટીપું જોવા નથી મળ્યું.
બે મહિનાથી ઘરના નળમાં પાણીનું ટીપું નથી પડ્યું
માલગામની સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકાર ઉઠ્યા છે અચાનક પાણી ઘરે ઘરે આવવાનું બંધ થયું છે જેના કારને પાણી વાડી વિસ્તાર માંથી લાવવું પડે છે અને ગામના સંપમાંથી સીંચીને ભરવું પડે છે. આ માત્ર હાલનો જ પ્રશ્ન નથી પરંતુ ગત વર્ષોમાં પણ ઉનાળાની સીઝન શરૂ થતા જ આ સ્થિતિ સર્જાઈ હતી.
ભૂતિયા કનેકશનો દ્વારા પાણી રસ્તામાંથી જ ચોરાયું
જોકે માલગામ ગામની અંદર લોકોને ઘરે ઘરે પાણી પહોચતું કેમ બંધ થયું તે જાણવા અમે પાણી પુરવઠા વિભાગની મુલાકાતે પહોંચ્યા પરંતુ ત્યાં અધિકારી ન મળ્યા જેના કારણે અમે માલગામ ગામના વહીવટ દૂર રવિસિંહ રાઠોડને મળ્યા હતા. તેમનું કેહવુ છે કે પાણી કેમ નથી મળતું તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ભૂતિયા કનેકશનો દ્વારા પાણી રસ્તામાંથી જ ચોરી લેવામાં આવે છે અનેક ભૂતિયા કનેકશન છે જેની જાણ અમે અવાર નવાર પાણી પુરવઠા વિભાગની કચેરીમાં કરી છે છતાં નિરાકરણ હજુ સુધી નથી થયું.
કોડીનારના માલગામે દર વર્ષ ઉનાળાની શરૂઆતથી જ પાણીના પોકાર પડતા હોવાની ફરિયાદ ગામની મહીલાઓ કરી રહી છે અને ભૂતિયા કનેકશન ન કારણે ગામ પાણી માટે તરસી રહ્યું છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કેમ ભૂતિયા કનેકશન સામે કડક પગલા ભરતા નથી શું ગામને ક્યારે પાણી મળશે. શું દર વર્ષ ઉનાળામાં ગામને પાણી માટે વલખાં મારવા પડશે કે ભૂતિયા કેનેક્સનનો કાયમી નિકાલ થશે?













