ગીર સોમનાથની કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગની 66મી સાધારણ સભા મળી હતી. છેલ્લા 10 વર્ષથી બંધ પડેલ ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા ન્ડીયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. બાકી લેણું ચૂકતે કરતા ખાંડ ફેકટરી બોજા માંથી મુક્ત થયા છે. મળતી માહિતી મુજબ, ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મીલો ફરી શરુ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 10 હજારથી વધુ ખેડૂતોને સુગર મિલથી ફાયદો થશે.
10 હજારથી વધુ ખેડૂતોને સુગર મિલથી થશે ફાયદો: અમિત શાહ
ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મીલો ફરી શરુ થતા ખાંડ ઉદ્યોગથી ખેડૂતોને ફાયદો ફાયદો થશે. કોડીનાર સુગર મીલને ફરીથી શરુ થતા શેરડીના પાકથી ખેડૂતોની આવક વધશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મીલો ફરી શરુ કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સંબોધનમાં કહ્યું હતું કે, મોદી સાહેબનું વચન એટલે પથ્થરની લકીર...10 હજારથી વધુ ખેડૂતોને સુગર મિલથી ફાયદો થશે. PM મોદીએ સહકારીતા મંત્રાલયની સ્થાપના કરી છે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનું કામ કર્યું છે. સુગર મિલ શરુ થતાં ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે. આ સાથે વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે, ઈથેનોલ આપણી ખપત કરતા વધશે, ગ્લોબલ બાયો ફ્યુઅલ ઓન બનશે.10 વર્ષથી DAPનો ભાવ ભારતમાં વધ્યો નથી.
120 વર્ષથી બંધ ખાંડ ફેકટરી ફરી ધમધમશે
ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેકટરી ફરી ધમધમતી થશે. 120 વર્ષથી બંધ ખાંડ ફેકટરી ફરી ધમધમશે. સાત તાલુકાના 190 ગામોના ખેડૂત સભાસદોમાં ખુશીની લહેર. તાલાલા, સુત્રાપાડા, વેરાવળ, મેંદરડા, માળીયા, ગીર ગઢડા, વિસાવદરના ખેડૂતોને લાભ થશે. તાલાલા ખાંડ ફેક્ટરી ઈન્ડિયન પોટાશ લી. ન્યૂ દિલ્હી ફરી ધમધમતી કરશે. કંપનીને 30 વર્ષના ભાડા પટ્ટે આપવા સંસ્થાએ તૈયારી દર્શાવી. આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લગાવશે. તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતા રોજગારી વધશે. 6625 સભાસદોને પત્રો મોકલવામાં આવ્યા.
10 વર્ષથી ખાંડ ફેકટરી બંધ હતી
તાલાલા પંથકની જીવાદોરી સમાન 10 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુન:ધમધમતી થઈ રહી છે. પ્રજા તથા ખેડુતોને દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી તાલાલા વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ અંગે સ્યુગર મિલના ચેરમેન ભીમસીભાઈ બમરોટિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાલાલા, સુત્રાપાડા, વેરાવળ ગીરગઢડા, માળીયા, મેંદરડા, વિસાવદર સાત તાલુકાના 32 કિ.મી ત્રિજ્યામાં આવેલ સંસ્થાના કાર્યક્ષેત્રના 190 ગામોમાં ખેડૂત સભાસદો આવેલ છે.
તાલાલા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો
જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું હતું કે, તાલાલા ખાંડ ફેક્ટરીનું તાલાલા શહેર તથા પંથકના અર્થતંત્રમાં અમૂલ્ય યોગદાન હોય તાલાલા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો હતો. ત્યારે આ સહકારી સંસ્થાને ફરી કાર્યાન્વિત કરવા ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિત તમામ દ્વારા પ્રયત્ન કરાયા હતા અને હાલ આ દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી ખેડૂતો અને સભાસદોમાં આનંદની લાગણી પ્રસરી છે.
ગીર સોમનાથના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગશે
આ સંસ્થા શરૂ થાય તો આ વિસ્તાર માટે ફરી સોનાનો સૂરજ ઉગશે. માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તલાલા ખાંડ ફેક્ટરીમાં પાંચ હજાર શ્રમજીવી, 350 જેટલા ટ્રાન્સપોર્ટિંગ વાહનો તેમજ 600 જેટલા કર્મચારીઓને આજીવિકા મળતી હતી. સંસ્થા પુન:ધમધમતી થતાં તાલાલા પંથકની રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે.