કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીની બેઠક બાદ ગુજરાત સહપ્રભારી સુહાસિની યાદવએ નિવેદન આપતા કહ્યું કે ‘રાહુલ ગાંધીએ આપેલા ચેલેન્જને પૂરા કરીશું’. વધુમાં તેમણે કહ્યું કે તમામ પાસેથી રાહુલ ગાંધીએ સૂચન મેળવ્યા છે. નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કરેલ બેઠકમાં મહત્વની ચર્ચા થઈ. મીટિંગમાં કોંગ્રેસે આગામી દિવસોને ગુજરાત કોંગ્રેસમાં કેવા બદલવા કરવા તેને લઈને સ્ટ્રેટેજી બનાવી છે. ગઈકાલે થયેલી મિટિંગ કોંગ્રેસની સ્ટ્રેટેજી બનાવવા માટેની આંતરિક મિટિંગ હતી.
રાહુલ ગાંધીએ ગદ્દારો પર પ્રહાર કર્યા













