જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં સાત લોકોને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. જેના કારણે હવે અન્ય ભાવિકોમાં પણ હાર્ટ એટેકને લઇને ભય જોવા મળી રહ્યો છે.
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે થઇને સાત લોકોના મોત થયા છે. છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મૃત્યુ પામનાર તમામ સાતેય પરિક્રમાર્થીઓ પુરૂષો જ છે. ફક્ત 2 દિવસમાં 7 પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિકોને પરિક્રમાના રૂટ પરજ છાતીમાં દુઃખાવો જીવલેણ સાબિત થયો.













