ગુજરાતના બનાસકાંઠાના વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી પણ આજે બુધવારે યોજાઈ રહી છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આગામી 23 નવેમ્બરના રોજ જાહેર કરાશે. આ બેઠક અંકે કરવા માટે ભાજપ મરણીયુ બન્યું છે. જ્યારે કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે. તો બીજીતરફ ઝારખંડની 43 વિધાનસભા બેઠક પર આજે પ્રથમ તબક્કામાં મતદાન થશે. અંતર અને સુરક્ષાના દૃષ્ટિકોણથી પસંદ કરાયેલા ગ્રામીણ વિસ્તારોમાં 939 બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ પ્રથમ તબક્કામાં કોડરમા, બરકાથા, બારહી, બરકાગાંવ, હજારીબાગ, સિમરિયા, ચતરા, બહારગોરા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર પશ્ચિમ જેવી ઘણી મહત્વપૂર્ણ બેઠકો છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









