ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ ઈરાનના સુપ્રીમ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને લઈને મોટો દાવો કર્યો છે. તેમને કહ્યું કે, ખામેનેઈ પોતાના દેશના લોકોના ડરી રહ્યા છે. ખામેનેઈએ સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો પોસ્ટ મૂકીને કહ્યું કે, ખામેનેઈ ઈઝરાયલથી વધુ ઈરાનના લોકોથી ડરી રહ્યા છે.
નેતન્યાહૂએ કહ્યું, તેઓ તમારા સપના અને તમારી આશાઓને તોડવા માટે આટલા પૈસા ખર્ચે છે. પરંતુ તમારા સપનાને મરવા ન દો. આશા ગુમાવશો નહીં અને વિશ્વાસ કરો કે ઈઝરાયલ અને વિશ્વ તમારી સાથે છે. નેતન્યાહૂએ પણ થોડા અઠવાડિયા પછી આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે ખૂબ વાયરલ થયો હતો.
નેતન્યાહૂએ શું કહ્યું?
ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું કે, જ્યારે મેં તમારી સાથે છેલ્લીવાર વાત કરી હતી ત્યારે ખામેનીએ મારા દેશ પર સેંકડો મિસાઈલો છોડી હતી, જેની કિંમત 2.3 અબજ ડોલરથી વધુ હતી. કલ્પના કરો કે તેઓએ આવા હુમલા માટે તમારા કિંમતી પૈસા વેડફ્યા. નેતન્યાહુએ કહ્યું કે આ હુમલાઓથી ઈઝરાયલને સામાન્ય નુકસાન થયું છે, પરંતુ આમ ન કરવાથી ખમેની તમારા કિંમતી પૈસા બચાવી શક્યા હોત. તે પૈસા તમારા શિક્ષણ માટે વાપરી શકાયા હોત. પરંતુ તેના બદલે ખામેનીએ શાસનની નિર્દયતાનો પર્દાફાશ કર્યો અને વિશ્વને તમારા દેશ સામે ફેરવી દીધું.
પીએમ નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે બાળકો સ્વતંત્ર ઈરાનમાં વિશ્વસ્તરીય શિક્ષણ મેળવી શકે છે. લોકોને સારી આરોગ્ય સુવિધા મળી શકશે. પીવાનું શુધ્ધ પાણી મળી શકશે. નેતન્યાહૂએ ઉદાહરણ તરીકે ઈઝરાયલની ટેક્નોલૉજી તરફ ધ્યાન દોર્યું. તેમણે ઈરાનના ભાંગી પડેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી શરૂ કરવામાં મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ઈરાને શરૂ કર્યું યુદ્ધની તૈયારી!
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. બંને દેશોએ એકબીજા પર ઘણી વખત હુમલા કર્યા છે. તાજેતરનો હુમલો ઈરાન પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલો 26 ઓક્ટોબરે થયો હતો. ઈરાને ઈઝરાયલના હુમલાને ઈરાની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો હતો.
તે જ સમયે, ઈઝરાયલે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે ફરીથી હુમલો કરશે તો તે 26 ઓક્ટોબરના હુમલામાં છોડી દેવામાં આવેલા લક્ષ્યોને પણ નિશાન બનાવશે. ઈરાને હજુ સુધી હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઈઝરાયલ સાથે યુદ્ધની મોટી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર, ઈરાન દેશની પ્રથમ સંરક્ષણાત્મક ટનલ બનાવી રહ્યું છે. ગત વર્ષની શરૂઆતમાં ઈરાને ભૂગર્ભ આશ્રયસ્થાનો અને બંકરો બનાવ્યા હોવાના અહેવાલ હતા.