પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પ્રવાસીઓથી ભરેલી એક બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે.


  

પાકિસ્તાન દેશે પચાવેલા પીઓકેના ગિલગિત-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં કરૂણ અકસ્માત થયો હતો. જેમાં લગ્નમાં જતા જાનૈયાઓ લઈ જતી બસ સિંધુ નદીના અફાટ જળમાં જઈ ધરબાઈ ગઈ હતી. તમામ પ્રવાસીઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે જઈ બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. 

અકસ્માત થવાનું કારણ?

મળતી માહિતી અનુસાર, જે બસ અકસ્માતનો ભોગ બની તે પાકિસ્તાનના પંજાબના ચકવાલ જિલ્લા તરફ જઈ રહી હતી, જો કે, રસ્તામાં જ આ બસ એક પુલ પરથી સીધી નીચે સિંધુ નદીમાં પડી ગઈ હતી. બસ નદીમાં ખાબકવાથી ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયા હતા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

 અકસ્માતનો ભોગ બનેલા લોકોની શોધખોળ શરૂ

આ ઘટનાને લઈ સ્થાનિક તંત્રએ આપેલી જાણકારી પ્રમાણે આ અકસ્માત સમયે બસમાં બેઠેલા તમામ લોકો એક લગ્ન સમારોહમાં સામેલ થવા જઈ રહ્યા હતા. પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેના કાશ્મીર પર્વતીય વિસ્તાર ગિલગિત-બાલ્ટિસ્તાનમાં થયો હતો. બસમાં રહેલા બીજા લોકોની નદીમાં શોધખોળ ચાલી રહી છે. મૃતકોની સંખ્યામાં હજી વધારો થઈ શકે છે.

 બલૂચિસ્તાનમાં 26 લોકોનાં મોત થયા હતા

ગયા અઠવાડિયાની શરૂઆતમાં પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં રેલવે સ્ટેશન પર આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. જેમાં 26 લોકોનાં મોત થયા હતા અને આશરે 62 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ પાકિસ્તાન સરકારે સુરક્ષા કારણોસર સોમવારથી ચાર દિવસ માટે બલૂચિસ્તાનથી આવતી અને આવતી તમામ રેલ્વે સેવાઓને સ્થગિત કરી દીધી છે. ભાગલાવાદી બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તે આ હુમલાનો વળતો જવાબ જરૂર આપશે.


  • Follow us on: