પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના ઘણા વિસ્તારોમાં બુધવારે બપોરે ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. આનાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પાકિસ્તાનના જુદાજુદા વિસ્તારમાં રિક્ટર સ્કેલ ઉપર 5.3 તીવ્રતા નોંધાઈ. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે, ભૂકંપને લીધે જાનહાનિના કોઈ અહેવાલ નથી સાંપડયો. યુનાઈટેડ સ્ટેટસ જિયોલોજિકલ સરવે અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.1 હતી.
ઈસ્લામાબાદમાં નેશનલ સિસ્મોલૉજીકલ મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર, "એપીસેન્ટર અફઘાનિસ્તાનમાં હિંદુકુશ પર્વતમાળામાં 220 કિલોમીટરની ઊંડાઈએ હતું. બંને સંસ્થાઓએ ધરતીકંપની પુષ્ટિ કરી હતી કે ભૂકંપ સવારે 10:13 વાગ્યે આવ્યો હતો આવ્યા ભૂકંપના આંચકા બાદ લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર, આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના સૌથી વધુ અશાંત વિસ્તાર ખૈબર-પખ્તૂનખ્વા, ઈસ્લામાબાદ અને પંજાબના વિવિધ વિસ્તારોમાં અનુભવાયા હતા. પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવે છે. વર્ષ-2005માં આવેલા પ્રચંડ ભૂકંપમાં 74 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.













