આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ ભારે ઉત્સાહ સાથે કરી રહ્યાં છે. શરૂઆતી બે કલાકમાં અહીં મતદારોએ પુરજોશમાં મતદાન શરૂ કર્યુ છે. બે કલાકમાં 14.25 ટકા જેટલું મતદાન થઇ ચૂક્યુ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કરીને તમામને મતદાન કરવા અપીલ કરી છે. 


બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. દરમિયાન, ભાજપનાં  ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન પહેલા ગૌ માતાની પૂજા કરી હતી અને માતા-પિતાનાં આશીર્વાદ લીધા હતા. સ્વરૂજી ઠાકોર બીયોક ગામમાં આવેલ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.

સ્વરૂપજી ઠાકોરે ગૌ માતાની પૂજા કરી

વાવ વિધાનસભા બેઠક પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. દરમિયાન, ભાજપનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન પહેલા ગૌ માતાની પૂજા-અર્ચના કરી હતી અને માતા-પિતાનાં આશીર્વાદ લીધા હતા. આ સાથે સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મતદાન કરવા માટે સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બીયોકમાં આવેલ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વાવ બેઠક પેટાચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો

બનાસકાંઠા જિલ્લામાં વાવ બેઠક પેટાચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ જશે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે, મતદાનના શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન નોંધાયુ છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યુ છે. ખાસ વાત છે કે, વાવની ભાખરી મતદાન મથકનું EVM બદલીને મતદાનની કામગીરી ફરી શરૂ કરાઇ છે. વાવ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. અહીં ભાજપ, કૉંગ્રેસ, અપક્ષ સહિત કૂલ 10 ઉમેદવારો મેદાનમાં છે. હાલમાં મતદાન મથક મતદારોની લાંબી કતારો લાગી છે.  


  • Follow us on: