અરબી સમુદ્રમાં પણ દાદાગીરીની ઘટના સામે સામે આવી છે. ગીરસોમનાથના જાલેશ્વર બંદર પર નાની હોડી પર મોટી ફિશિંગ બોટ ચડાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. હોડીમાં સવાર માછીમારોના જીવ જોખમાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 


અરબી સમુદ્રમાં પણ ગુંડાગીરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. બે દિવસ પૂર્વે 26-03-25ના રોજ વેરાવળ જાલેશ્વર બંદરની નાની હોડી પર મોટી ફિશિંગ બોટની દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે. નાની હોડી પર ફિશિંગ બોટ ચડાવી દેતા હોડી માં સવાર માછીમારોના જીવ જોખમાયા છે. અન્ય હોડીઓ દ્વારા માછીમારોના જીવ બચાવ્યા છે.

અરબી સમુદ્રમાં ગુજરાતના માછીમારો દરિયો ખેડતા હોય છે અને માછલીઓ પકડીને પોતાની રોજગારી ચલાવતા હોય છે. તેવામાં અનેકવાર ફિશિંગ દરમિયાન મોટી બોટના માલીકોની દાદાગીરી કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે ગીરસોમનાથના જાલેશ્વર બંદર પર ફિશિંગ દરમિયાન ચાલતી દાદાગીરીની ઘટના સામે આવી છે. નાની હોડી પર મોટી ફિશિંગ બોટ ચડાવી દીધી હોવાથી પીડિત હોડી વાળા માછીમાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અરબી સમુદ્રમાં દાદાગીરી કરનાર વણાકબારાની બોટ હોવાનું અનુમાન છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: