• દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા
  • આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર
  • ઝુડવડલી, વડવીયાડા ખેડૂતો માટે ડેમ આશીર્વાદ સમાન

ગીરસોમનાથમાં વહેલી સવારથી મેઘો મહેરબાન છે,ત્યારે ગીરના જંગલમાં ઉપરવાસ વરસાદના કારણે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે.દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે,ઝુડવડલી, વડવીયાડા, દ્રોણ સહિતના ગામોના ખેડૂતો માટે આ ડેમનું પાણી આશીર્વાદ સમાન છે.

ડેમના નયનરમ્ય દ્રશ્યો

ગીરના મધ્ય જંગલમાંથી નિકળી મચ્છુન્દ્રી નદી સમુદ્રને મળે છે.વરસાદ બાદ નદી કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઉઠી છે.ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી ચોમેર પાણી વહેતા થયા છે.ગીરસોમનાથમાં અનરાધારા વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક જળાશયો અને નદી-ડેમ છલકાયા છે.ત્યારે આ નયનરમ્ય દ્રશ્યો જોતા લાગે કે જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી છે.


ગીર જંગલ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસતા નદીમાં નવા નીર આવ્યા

ગીરસોમનાથ જિલ્લાના તાલુકા અને ગીર જંગલ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કાળા ડીબાંગ વાદળોનું સામ્રાજ્ય છવાઈ ગયુ હતુ. જેમાં ગીર જંગલમાં સારો એવો વરસાદ વરસ્યો હોવાથી તેનું પાણી નદી નાળાઓ મારફત ગીર ગઢડા તાલુકામાંથી પસાર થતી મછુન્દ્રી નદીમાં વહેતુ થયુ હતુ. જેના પગલે આ નદી ઉપર દ્રોણેશ્વર ધામ નજીક આવેલ દ્રોણેશ્વર ડેમ ને વરસાદી પાણી વટાવીને વહેવા લાગતા અલહાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વર્ષે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત અષાઢી બીજના દિવસે દ્રોણેશ્વર ડેમ છલકાતા સર્જાયેલ અદભુત દ્રશ્યો જોવા આસપાસના વિસ્તારોમાંથી લોકો દોડી આવ્યા હતા.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

અમરેલી, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં યલો એલર્ટ છે. તેમજ અરવલ્લી, તાપી, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ,ખેડામાં પણ વરસાદની આગાહી છે. તથા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે.

ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં પોરબંદર, લોધિકા, લાલપુરમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં 5.25 ઈંચ વરસાદ નોંધાયો હતો.


  • Follow us on: