ગુજરાતના જંગલોમાં સિંહ, રીંછ જેવા માંસાહારી જાનવરોનો વસવાટ છે. માંસાહારી જાનવર ખોરાકની શોધમાં ઘણીવાર માનવવસ્તીમાં આવી જતા હોય છે.ત્યારે ગુજરાતમાં દીપડાની વસ્તી વધારે છે. શિકારની શોધમાં આ શિકારી પ્રાણી ઘણીવાર માનવ વસ્તીમાં આવી જતું હોય છે, તેમજ માણસો અને જાનવરોને પોતાનો શિકાર પણ બનાવતું હોય છે. જેના લીધે ગામના લોકોમાં દીપડાનો ડર રહે છે.ગીર સોમનાથ જિલ્લામાં દીપડાનો આવો જ આતંક સામે આવ્યો હતો.
મહિલા પર દીપડાનો હુમલો
મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે દીપડાનો આતંક સામે આવ્યો હતો. બોરવાવમાં આવેલા ઝૂંપડા વિસ્તાર આવેલ છે. જ્યાં એક મહિલા રાત્રિના સમયે ઝૂંપડામાં સૂઈ રહી હતી. તેમજ તેનો પરિવાર પણ આરામ કરી રહ્યો હતો. તે દરમિયાન એક દીપડો ખોરાકની શોધમાં આવી ચડ્યો હતો. તેણે ઝૂપડામાં સૂતેલી મહિલા પર હુમલો કરી દીધો હતો. જેના લીધે મહિલા કરીનાબેન ભવનભાઈ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મહિલાને સારવાર હેઠળ ખસેડાઈ
ઝૂંપડામાં મહિલા પર હુમલો કરીને દીપડો ત્યાંથી નાસી ગયો હતો. જે દરમિયાન દીપડાના હુમલાથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. તેમજ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સામૂહિક કેન્દ્રમાં ખસેડાઈ હતી. જોકે, દીપડાના હુમલાને લીધે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. તો લોકોએ તાત્કાલિક ધોરણે દીપડાને ઝડપી લેવા માટે ફોરેસ્ટ વિભાગ પાસે માંગણી કરી હતી.