ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે યુવકનો પીએમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. રાજકુમારના શરીરમાં ઈજાના 48 નિશાન મળ્યા છે. બોથડ પદાર્થના ઘા અને બ્લન્ટ હાર્ટએટેકથી મોત થયું છે. ગોંડલ પોલીસે પરિવારથી હકીકત છુપાવ્યાની સંભાવના છે. મૃતદેહ 4 માર્ચથી પડ્યાની માહિતી પરિવારથી છુપાવી હોવાનું લાગી રહ્યું છે. જાણકારી છુપાવતા પીઆઈ પણ શંકાના દાયરામાં આવ્યા છે.


રાજકુમાર જાટના વધુ એક CCTV સામે આવ્યા

ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું રહસ્ય ઘેરાયું છે. જેમાં રાજકુમાર જાટના વધુ એક CCTV સામે આવ્યા છે. ત્યારે CCTVમાં રાજકુમાર નગ્ન હાલતમાં ચાલીને જતો દેખાયો છે. રાજસ્થાનના વકીલે રાજકુમારની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. તથા રાજકુમારના મોતને પગલે રાજસ્થાનમાં જાટ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તથા મૃતક રાજકુમારના પરિવારનો પોલીસ પર મોટો આરોપ છે. જેમાં પરિવારે જણાવ્યું છે કે ગોંડલના PI ગોસ્વામીને મૃતદેહની જાણ હતી.

રાજકુમારનો સિવિલમાં મૃતદેહ હતો તેની જાણ હતી

ઉલ્લેખનીય છે કે ગોંડલના રાજકુમાર જાટના મોતને લઈને રહસ્ય ઘૂંટાયું છે. જેમાં રાજકુમારનો સિવિલમાં મૃતદેહ હતો તેની જાણ હતી. PI ગોસ્વામીએ હકીકત કેમ છૂપાવી તેને લઈને સવાલ થઇ રહ્યાં છે. પરિવારજનોએ જણાવ્યું છે કે PI ગોસ્વામી બે વાર હોસ્પિટલ ગયા હતા. સિવિલમાં મૃતદેહ ન હોવાનું કયા આધારે કહ્યું? હોસ્પિટલમાં 4 તારીખથી મૃતદેહ પડ્યો હતો. પરિવારના આરોપ બાદ પોલીસ પણ શંકાના ઘેરામાં છે. રાજકુમારનો જ્યાં મૃતદેહ મળ્યો ત્યાં શંકાસ્પદ કાર કોની? બન્ને કારને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ 108 પહોંચ્યા બાદ તરત બે કાર ત્યાં કેમ પહોંચી તે પણ સવાલ છે. તેમજ એક કાર રોંગ સાઇડથી તો એક કાર 108ની પાછળથી કેમ આવી?

જાણો સમગ્ર મામલો

ગોંડલમાં થોડા દિવસ પહેલા રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી અનુસાર, કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો છે, જેમાં યુવકના મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઇજા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું કે, રાજકુમાર જાટના શરીર પર અકસ્માત સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: