• ભારત સરકાર બિમારીને લઇ એલર્ટ છેઃ માંડવિયા
  • તંત્ર આવી આપત્તિઓથી લડવા તૈયારઃ માંડવિયા
  • ભારતે ચાર કોરોના વેક્સીન વિકસાવી છે

ફરી એકવાર ચીનમાં ભેદી બિમારીએ દુનિયાની ચિંતા વધારી છે. જેમાં ચીનમાં વધી રહેલા ન્યૂમોનિયાના કેસને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે,ચીનમાં ભેદી તાવને લઇને ભારત સરકાર એલર્ટ છે. અને તેના પર તંત્ર નજર રાખી રહ્યું છે.

હાલમાં ચીનમાં ભેદી તાવને લઇને બાળકોમાં બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રતિક્રિયા આપી છે. મહેસાણાના મોટી દાઉં ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ચીનમાં ભેદી તાવને લઇને ભારત સરકાર એલર્ટ છે. તંત્ર તેની સામે લડવા માટે તૈયાર છે.

દુનિયામાં કોરોના મહામારી પછી ચીનમાં નાના બાળકોમાં જોવા મળી રહેલા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીનમાં વધી રહેલા ન્યૂમોનિયાના કેસને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે. ચીનમાં ન્યૂમોનિયા ફેલાઇ રહ્યો છે જેને લઇને જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે.

આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, ભારતમાં 5 રસીઓ વિકસિત કરાઇ છે. દેશની જરૂરિયાતો પૂર્ણ કરીને રસી એક્સપોર્ટ પણ કરવામાં આવી રહી છે. તેમજ સરકાર અનુસાર ચીનમાં ઓક્ટોબરમાં એવિયન ઇન્ફ્લૂએન્ઝા કેસ આવ્યા પછી ભારતમાં સિસ્ટમ ફરી ચેક કરવામાં આવી છે. આ સાથે જ ભારતમાં આ બીમારી આવવાની શક્યતા ઓછી રહેલી છે. બીજી તરફ WHOએ પહેલા જ ચીનમાં ન્યૂમોનિયાના વધતા કેસ પર ચિંતા વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે, ચીનની શાળાઓમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં બાળકોને મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આનાથી આરોગ્ય અધિકારીઓ ચિંતિત છે કારણ કે કોરોનાના પ્રારંભિક તબક્કાની જેમ જ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. પીડિતોમાં મોટાભાગના બાળકો છે. સ્થાનિક મીડિયા અહેવાલ આપે છે કે ઘણી શાળાઓ બંધ કરવાની તૈયારીમાં છે.

  • Follow us on: