• મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

  • માતાજીના જન્મદિવસની ભક્તિભાવથી ઉજવણી
  • મહાઆરતીમાં ઉમટ્યા માઈભક્તો

દેવળીયા ગામના ક્ષત્રિય સમાજ અને દેવળીયા ગામના લોકો દ્વારા આજરોજ શક્તિ માના 948માં જન્મદિવસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલા કુળના જન્મદાત્રી અને સર્વ શક્તિ એવા મા આદ્યશક્તિના આજે 948માં જન્મદિવસે ઝાલાવાડ ગામે-ગામ મહાઆરતીનું આયોજન કરાતું હોય છે.

ઝાલાવાડ જેમનાથી ઓળખાય તેવા મા આદ્ય શક્તિ મા ના 948 માં જન્મદિવસ નિમિત્તે માતાજીની જયંતીની ઉજવણી કરાય છે. આ ઉજવણી ઝાલા કુળના જન્મદાત્રી મા આદ્યશક્તિ જેને ઝાલા મા કહેવા ઝાલા કુળના જન્મદાત્રી આદિશક્તિની આજે 948 માં જન્મદિવસ નિમિત્તે દેવળીયા ગામના લોકો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે 948 દીપ પ્રાગટ્ય કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે ગુજરાતભરમાં ઝાલાવાસીઓ માટેનો અનેરો ઉત્સવ એટલે કે માં આદિશક્તિનો 948 મો જન્મદિવસ હોવાથી ઝાલાવાડમાં ઉત્સવનો માહોલ સર્જાઇ રહ્યો છે ત્યારે લખતર તાલુકાના દેવળીયા ગામે આજરોજ મા આદિશક્તિના જન્મદિવસ નિમિત્તે વડીલો અને ગામ લોકો દ્વારા 948 દીપ પ્રાગટ્ય કરી મહા આરતી કરાઈ. જેમાં દેવળીયા ગામના ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓ તથા બહેનોને વડીલો સામેલ થયા હતા.આ મહાઆરતી પછી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મહાઆરતી દરમિયાન દેવળીયા ગામના માતાજીના ભુવાઓ પણ ઝૂમી ઊઠ્યા હતા અને આ મહાઆરતી કરી દેવળીયા ગામના લોકો ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે આસપાસના પંથકમાંથી પણ ઘણાં લોકો સામેલ થયા હતા. સેંકડો લોકોના આવવાથી પ્રસંગ પણ દીપી ઉઠ્યો હતો. મા ના ચરણોમાં શિશ ઝુકાવી માના આશિષ લેવા માટે માઈભક્તો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા. જેને લઈને સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. મહાઆરતીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. આમ આ પ્રસંગ દીપી ઉઠ્યો હતો. 

  • Follow us on: