મોરબીના માળિયા મિયાણામાં પાણી ભરવા મુદ્દે જૂથ અથડામણ થઈ હતી જેમાં સામ સામે બન્ને પક્ષોએ ધોકા અને પાઈપ વડે હુમલો કરતા 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,સમગ્ર ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.
મોરબીના દહીસરામાં પાણી મુદ્દે માથાકૂટ
મોરબીના માળિયા મિયાણામાં પાણી ભરવા મુદ્દે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે જેમાં માથાકૂટમાં જૂથ અથડામણ થઈ હોવાની વાત સામે આવી છે,બન્ને પક્ષોએ ધોકા અને પાઈપથી હુમલો કર્યો હતો તો એક પક્ષ દ્વારા ધારીયાથી પણ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે,પાણી અમને ભરવા દો એમ કહી બન્ને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ અને તેમાંથી જૂથ અથડામણે સ્વરૂપ લીધું હતુ,ઈજાગ્રસ્તોને માથાનાભાગે ઈજા પહોંચી છે જેને લઈ ડોકટરે તમામ વધુ ગંભીર ઈજાગ્રસ્તોને ઓબ્ઝરવેશન હેઠળ રખાયા છે.
મોરબી જૂથ અથડામણમાં બન્ને પક્ષે કુલ ૧૩ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા
ઇજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને માળિયા મિયાણા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.ઈજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો અશોક હમીરભાઈ(ઉંમર 31), હમીરભાઈ ભોજાભાઈ (ઉમર 65), વિજય ભાઈ હમીરભાઈ(ઉમર 30), રમેશ ભાઈ કાનજીભાઈ (ઉમર32), મુન્નાભાઈ હમીરભાઈ, જીતેન્દ્ર કાનજીભાઈ પરમાર,કાનજીભાઈ મનુભાઈ પરમાર (ઉમર 74),છગન ભાઈ પરમાર (ઉમર 43),હર્ષદભાઈ પરમાર (ઉમર 16), નરેશભાઈ કાનજીભાઈ પરમાર(ઉમર 30), શામજીભાઈ શિવાભાઈ પરમાર (ઉમર 38).