પંચમહાલના ગોધરામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ગોધરાના અંકલેશ્વર મહાદેવ રોડ પર ભોઈવાડામાં અંગત અદાવતમાં ધીંગાણું સર્જાયુ છે. ભોઈ જ્ઞાતિના 2 જૂથ વચ્ચે લોહીયાળ મારામારી થઈ છે, લોખંડની પાઈપો અને ઈંટો વડે સામસામે મારામારી કરવામાં આવી છે. મારામારીની આ ઘટનામાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
લોખંડની પાઈપો અને ઈંટો વડે સામ-સામે મારામારી
અંગત અદાવતમાં જૂથ અથડામણ થતાં તેમાં 3 મહિલાઓ સહિત કુલ 11 લોકોને ઈજાઓ પહોંચી છે અને 1ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે અને તેને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે અન્ય તમામ ઈજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદમાં પતિ પર સાસરી પક્ષના લોકોનો હુમલો
બોટાદમાં પતિ પર સાસરી પક્ષના લોકોએ હુમલો કર્યો છે. પત્ની રિસાઈને પિયર જતા સાસરીયાઓએ બબાલ કરી છે. પતિ અને તેમના ભત્રીજા પર 14 લોકોએ હુમલો કર્યો છે. ટોળાએ બે વ્યક્તિઓને ઢોર માર માર્યો છે. પતિ પ્રકાશ વઢવાણીયા, ભત્રીજા હાર્દિક પર હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પતિએ સાસરી પક્ષના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. બોટાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.