રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈમાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકો પોલીસ પકડથી દૂર છે,પોલીસ હજી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી,મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર છે.તો ઝડપાયેલા 4 આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર છે.દીપક હિરાણી,દિલીપ ગોહેલ,મનીષ વિઠલાપરા,દિલીપ વરસડા રિમાન્ડ પર છે.


ઠગ ટોળકીએ અનેક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા

રાજકોટમાં સમૂહ લગ્નના નામે એક મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેમની ટીમે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ લગ્નના દિવસે આયોજકો લગ્ન સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે અનેક યુગલો અને તેમના પરિવારજનો રસ્તા પર રઝળી પડ્યા હતા.

લગ્નના આયોજકો ફરાર થઈ ગયા હતા

ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા રજળી પડયા હતા તો પોલીસે અને સામાજિક આગેવાનોએ તમામ પ્રસંગની જવાબદારી લઈને લગ્ન પૂર્ણ કરાવ્યા હતા.

  • Follow us on: