ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા-2024 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું પરિણામ 83.51% આવ્યું છે, જેમાં રાજકોટ જીલ્લાનું પરીણામ 92.59% રહ્યું છે. કેન્દ્ર વાઈસ પરિણામોમાં ધોરાજીનું 96.03%, ગોંડલનું 96.60%, જેતપુરનું 87.25%, રાજકોટ પૂર્વનું 87.06%, રાજકોટ પશ્ચિમનું 92.46%, જસદણનું 84.97% પરિણામ આવ્યું છે.


સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ 97.20% પરિણામ

દાહોદ અને વડોદરા જિલ્લામાં સૌથી ઓછું 87.77% પરિણામ સામે આવ્યું છે, ખાવડા કેન્દ્રમાં માત્ર 52.56% પરિણામ સામે આવ્યું છે, તો ગુજરાતમાં 2005 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે, જ્યારે દાહોદ અને વડોદરા જિલ્લાઓમાં સૌથી ઓછું 87.77% પરિણામ નોંધાયું. સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર કેન્દ્રોએ 100% પરિણામ સાથે શ્રેષ્ઠતા દર્શાવી, જ્યારે ખાવડા કેન્દ્રમાં માત્ર 52.56% પરિણામ આવ્યું.

A2 ગ્રેડમાં પણ સુરતના 6669 વિદ્યાર્થીઓ પાસ થયા

સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 95.23% પરિણામ આવ્યું છે, જયારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.78% રહ્યું છે. આ રીતે વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં 4.45% વધુ સારૂ પરિણામ મેળવ્યું છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ 92.91% અને દાહોદ જિલ્લામાં સૌથી ઓછું 59.15% પરિણામ નોંધાયું. સુરત જિલ્લાનું પરિણામ 93.97 ટકા જાહેર થયું છે. A1 ગ્રેડમાં સુરતના સૌથી વધુ 1672 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. A2 ગ્રેડમાં પણ સુરતના 6669 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું 93.97 ટકા અને ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ

સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ 87.77 ટકા પરિણામ આવ્યું છે.


  • Follow us on: