ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમ 83.77 ટકા અને અંગ્રેજી અંગ્રેજી માધ્યમ 83.49 ટકા જાહેર થયું છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.


સામાન્ય પ્રવાહ નું 93.7 ટકા પરિણામ

બનાસકાંઠા જિલ્લો પરિણામમાં સૌથી મોખરે રહ્યો છે અને સૌથી ઓછું પરિણામ વડોદરાનું આવ્યું છે, બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે 87 ટકા સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.

વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ પરિણામ

સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા વધુ પરિણામ, ધો 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલોનું 100 ટકા પરિણામ, ધો 12 વિજ્ઞાન પ્રવાહમાં વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ 96.60 ટકા.

ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં 52.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 97.20 ટકા છે. સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં 87.77 ટકા છે.


  • Follow us on: