આજે ધો 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ વિદ્યાર્થીઓને પરિણામને લઈને શુભેચ્છા પાઠવી. આજે જાહેર થયેલ GSECB બોર્ડના પરિણામ મુજબ ધોરણ 12 સામન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ આવ્યું. આ પરિણામ બતાવે છે કે મોટા શહેરો કરતા વિકસિત શહેરોના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં સારો દેખાવ કર્યો. કહી શકાય કે મોટા શહેરોને પછાડી મોરબીએ બાજી મારી. વિજ્ઞાનપ્રવાહમાં ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે વધુ 1.06 ટકા પરિણામ જોવા મળ્યું.


મોરબી પ્રથમ ક્રમાંક પર

વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકા સાથે મોરબી જિલ્લાનું સૌથી ઉંચુ પરિણામ જોવા મળ્યું. મહત્વનું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 152 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. આ વર્ષે 2025માં લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,00,575 વિધાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી સાયન્સ પ્રવાહમાં ગ્રુપ-એમાં કુલ 49259 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહમાં 35,713 છોકરાઓએ નોંધણી કરાવી પરંતુ 34611 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે છોકરીઓમાં કુલ 13546 નોંધણી કરાવી હતી અને 13128 પરીક્ષા આપી હતી. 

સમગ્ર રાજ્યમાં મહાનગરો કરતા આ 2 કેન્દ્રોનો સૌથી સારો દેખાવ રહ્યો. ગત વર્ષે કુંભારીયા કેન્દ્રનું 97.97 ટકા પરિણામ હતું જ્યારે આ વર્ષે  2025માં ગોંડલનું 96.60 ટકા પરિણામ જોવા મળ્યું. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રો જોવા મળ્યા. ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં ગત વર્ષે બોડેલીનું 47.98 ટકા હતું જયારે આ વર્ષે દાહોદનું 54.48 ટકા પરિણામ જોવા મળ્યું.

જૂનમાં પૂરક પરીક્ષા લેવાશે

શિક્ષણમંત્રીએ પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પાસ થનાર અને સારો ક્રમાંક લાવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન. જો કે નાપાસ વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી. કોઈ એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે માટે જૂન મહિનામાં જ નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. આગામી જૂન મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા આગામી જૂન મહિનામાં જ લેવામાં આવશે. સંભવત 16 જૂનની આસપાસ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં પૂરક પરીક્ષાની નિશ્ચિત તારીખ જાહેર કરાશે. જણાવી દઈએ કે જે વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા પરીક્ષામાં નપાસ થયા હોય તેવા વિધાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા એટલે કે બેસ્ટ ઓફ 2 પરીક્ષા લેવામાં આવતી હોય છે જેથી તેઓ નવા શૈક્ષણિક વર્ષ સાથે જ નવા અભ્યાસમાં જોડાઈ શકે. પરિક્ષા દરમિયાન ઝોનલ કચેરીઓ પર પણ CCTVથી મોનીટરીગં કરવામાં આવ્યું હતું.

  • Follow us on: