• કોંચિંગ ક્લાસ અને ફિટનેશ સેન્ટર પર GSTનાં દરોડા
  • આંણદ, અંકલેશ્વર, વડોદરાના 5 ફિટનેસ સેન્ટર પર દરોડા
  • 4 કરોડ 24 લાખની રકમથી વધુના ટર્નઓવર પર કરચોરી સામે આવી

ગુજરાતમાં આજે GST વિભાગે મોટા પાયે દરોડા પાડી કરચોરી ઝડપી પાડી છે.ભુજ અને ગાંધીધામ ખાતે કુલ 8 સ્થળોએ કોચિંગ કલાસ પર કાર્યવાહી ઝડપી છે જેમાં કરચોરી સામે આવી છે,તો મોટાભાગના કલાસ સંચાલકોએ GST નંબર પણ લીધા નથી,તો બીજી તરફ આંણદ, અંકલેશ્વર અને વડોદરાના કુલ 5 ફિટનેસ સેન્ટર પર તપાસની કાર્યવાહી હાથધરી હતી,તો દરોડા હજુ યથાવત છે,આવતીકાલે વધુ જગ્યાઓ પર પણ પડી શકે છે દરોડા,

કેટલી કરચોરી ઝડપાઈ

GST વિભાગે મોટા પાયે કરચોરી ઝડપી પાડી છે,જેમાં કોચિંગ ક્લાસ અને ફિટનેસ સેન્ટરમાં રોકડમાં ફી ઉઘરાવી સંચાલકો આચરતા હતા કરચોરી,તો મહત્વની વાત તો એ છે કે,GST વિભાગનો નંબર પણ આ કલાસ સંચાલકોએ લીધો નથી અને ધંધો કરતા હતા,આ કરચોરી અંગે હજી પણ મહત્વનાં ખુલાસા થઈ શકે છે.હાલમાં GST વિભાગે તમામ ડોકયુમેન્ટ લઈને તપાસ હાથધરી છે.

અત્યાર સુધી કેટલી કરચોરી ગુજરાતમાંથી ઝડપાઈ

જુલાઈ 2017થી ફેબ્રુઆરી 2023ના ગાળામાં કુલ રૂપિયા 3.08 ટ્રિલિયનની કરચોરી પકડી પડાઈ છે, જેમાંથી રૂપિયા 1.03 ટ્રિલિયન વસૂલાયા છે. એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2023 દરમિયાન ઈનપુટ ટેકસ ક્રેડિટના 6000થી વધુ બનાવટી કેસ પકડાયા હતા. ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ જે દેશમાં GSTની ચોરી પકડી પાડવા માટેની મુખ્ય એજન્સી છે તેણે ઈનપુટ ટેક્સ ક્રેડિટના ખોટા દાવા સામે ખાસ ઝૂંબેશ છેડી છે, તેને કારણે પણ મોટી માત્રામાં કરચોરી પકડાઈ રહી છે.

GST આવક વાર્ષિક ધોરણે 13% વધી રૂ.1.72 લાખ કરોડે પહોંચી

પ્રારંભમાં કેટલીક અડચણો બાદ દેશમાં GST પદ્ધતિ ધીમી ગતિએ સ્થિર અને સરળ થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. GSTએ દેશની વર્ષો જુની આડકતરા વેરા પદ્ધતિનું સ્થાન લીધું છે અને તે આડકતરા વેરા મારફતની સરકારની આવકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જે GST પદ્ધતિ સફળ રહી હોવાનું કહી શકાય એમ છે. તાજેતરના મહિનાઓની GST વસૂલીનો આંક સરેરાશ રૂપિયા દોઢ લાખ કરોડથી વધુ રહ્યો છે. GST મારફતની આવકમાં વધારા સાથે કરચોરીમાં પણ વધારો થઈ રહ્યો છે જે GSTનું નકારાત્મક પાસુ બની રહ્યું છે. ઓકટોબરમાં GSTમારફતની આવક વાર્ષિક ધોરણે 13 ટકા વધી રૂપિયા 1.72 લાખ કરોડ રહી છે.

  • Follow us on: