ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. હાઈવે પર બેફામ પણે પસાર થતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતો વધી રહ્યાં છે. સુરતના ઓલપાડમાં ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે ધોલેરા ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસે બંને ઘટનાઓમાં વધુ તપાસ હાથ ધરી છે.


ડમ્પરની ટક્કર વાગતા બાઈક ચાલક યુવકનું મોત

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઓલપાડમાં સાયણ બજારમાં ડમ્પરની ટક્કર વાગતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઓલપાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ધોલેરા અને ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં.

બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત

ધોલરા ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતાં. ધોલેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં એક જ દિવસમાં બે જગ્યાએ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં ચાર લોકોના મોત નિપજયાં છે. 

  • Follow us on: