અમદાવાદમાં 2 બાંગ્લાદેશીઓની ધરપકડ ગુજરાત એટીએસએ કરી છે, નકલી પાસપોર્ટ બનાવી બન્ને લોકો વસવાટ કરતા હતા અને આરોપીઓની તપાસમાં મોટા ખુલાસો થયો છે કે, છેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર વસવાટ કરતા હતા અને નારોલ વિસ્તારમાં ગેરકાયદે કરતા હતા વસવાટ, તો ભારતીય હોવાના બોગસ પુરાવા પણ મળી આવ્યા છે અને ATSએ બંન્ને બાંગ્લાદેશીઓને ઝડપી તપાસ હાથધરી છે.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશી મહિલાની પણ કરી ધરપકડ

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશી નાગરિકોને હાંકી કાઢવાની કવાયત તેજ કરી દેવાઈ હતી. આ ઉપરાંત શંકાસ્પદ પાસપોર્ટ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ અંગે ક્રાઈમ બ્રાંચે એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા બાંગ્લાદેશી હોવા છતાં તેણે ભારતીય હોવાના તમામ પુરાવા એકઠા કરીને પાસપોર્ટ મેળવી લીધો હતો. આ પાસપોર્ટના આધારે તેણે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલા પોતે બાંગ્લાદેશી હોવાનું ભુલી ગઈ હોવાનો ડોળ કરતી હતી.પોલીસની તપાસમાં તેનો પરિવાર બાંગ્લાદેશ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

300થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી તેમના દેશમાં મોકલાયા

રાજ્યના અલગ-અલગ શહેરોમાં રહેતા હતા બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલાયા છે, સુરતમાં 134 માંથી 90 ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું ખૂલ્યું છે, પોલીસની 134ની તપાસ પૂરી થતા સરકારને રિપોર્ટ કરાયો હતો અને પોલીસે સમગ્ર ગુજરાતમાંથી અલગ-અલગ બાંગ્લાદેશીઓને લઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી હતી અને અમદાવાદમાં 800થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા, સુરત શહેર SOG-DCBએ રિપોર્ટ કર્યો છે, 134 સંદિગ્ધ બાંગ્લાદેશીઓમાં જેમાં 47 મહિલા અને 87 પુરૂષ છે જેમાં 90 જેટલી વ્યક્તિ બાંગ્લાદેશની વતની હોવાનું કન્ફર્મ થયું છે.

50 થી 60 ઘૂસણખોરોનું ક્રોસ વેરિફિકેશન અંતિમ તબક્કામાં

આ બાંગ્લાદેશીઓ ગુજરાતના અલગ-અલગ શહેરમાં રહેતા હતા અને તેમનું વેરિફિકેશન પૂર્ણ થતા તેમને રવાના કરવામાં આવ્યા છે, બાકીનાને બીજા તબક્કામાં ડિપોર્ટ કરાશે તો ગુજરાત પોલીસે વડોદરા ખાતેથી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે, જરાતમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ પર સરકારે કડક એક્શન લીધી છે. ગુજરાત પોલીસે ઇતિહાસનું સૌથી મોટું અને પહેલુ મેગા ડિપૉર્ટ ઓપરેશન હાથ ધરીને 300 બાંગ્લાદેશી ઘૂસણખોરોને બાંગ્લાદેશ રવાના કરી દીધા છે.

  • Follow us on: