• અધ્યક્ષ પદે OBC સમાજમાંથી મળી શકે છે સ્થાન
  • દેવુસિંહ ચૌહાણ, મયંક નાયકને મળી શકે અધ્યક્ષ પદ
  • સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર નેતાનું નામ પણ ચર્ચામાં

ગુજરાત ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર થશે. જેમાં અધ્યક્ષ પદે OBC સમાજમાંથી સ્થાન મળી શકે છે. તેમાં દેવુસિંહ ચૌહાણ, મયંક નાયકને અધ્યક્ષ પદ મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર નેતાનું નામ પણ ચર્ચામાં છે. તેમાં મહેશ કશવાલાને પણ અધ્યક્ષ પદ સોંપાઈ શકે છે. તેમજ 4 મહામંત્રી પદે ક્ષત્રિય, બ્રાહ્મણમાંથી સ્થાન મળી શકે છે.

મહામંત્રી પદે પાટીદાર, SC કે STમાંથી સ્થાન મળી શકે છે

મહામંત્રી પદે પાટીદાર, SC કે STમાંથી સ્થાન મળી શકે છે. તેમાં કેન્દ્રમાં સરકારના ગઠન બાદ પ્રદેશ ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર આવશે. જેમાં અધ્યક્ષ પદે ઓબીસી સમાજની નાની જ્ઞાતિમાંથી કોઈને પણ સ્થાન મળી શકે છે. તો સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર નેતાને પણ જવાબદારી સોંપાઈ શકે છે. જેમાં 4 મહામંત્રી પદે ક્ષત્રિય, બ્રાહ્મણ , પાટીદાર અને એસસી કે એસટી સમાજમાંથી સ્થાન મળી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં ઈચ્છિત પરિણામ નહિ મળતા કાસ્ટ ફેક્ટર લક્ષમાં રાખી નેતાઓને જવાબદારી સોંપાઈ શકે છે.

 દેવુસિંહ ચૌહાણ ઓબીસી સમાજમાંથી આવે છે

આગામી સંગઠનમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં નેતાઓને વધારે સ્થાનની શક્યતાઓ જોવાઈ રહી છે. જેમાં દેવુસિંહ ચૌહાણ ઓબીસી સમાજમાંથી આવે છે. રાષ્ટ્રીય સ્તરે કામગીરીનો અનુભવ અગાઉ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. તેમજ મહેશ કશવાલા સંગઠનમાં બીજી વખત મંત્રીનાં હોદ્દા પર છે છેલ્લા ઘણા વર્ષોથી સંગઠનમાં સક્રિય છે તેમજ સૌરાષ્ટ્રમાંથી લેઉવા ચહેરો છે.

પરિણામ નિરાશજક આવ્યા

લોકસભા પરિણામ પૂર્ણ થઇ ચુક્યા છે..ગુજરાતમાં 26 લોકસભા સીટ પર પરિણામ નિરાશા જનક આવ્યા છે..હવે ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થવાની શક્યતા વર્તાઈ રહી છે..હાલમાં સી આર પાટીલ અધ્યક્ષ છે જેને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે હવે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વર્તાઈ રહી છે....હાલ ચર્ચાઓ ઘણા નામો પર થઇ રહી છે પરંતુ સ્થાન એવા ચહેરાને જ મળશે કે જે સંગઠનને ફરી વખતે બેઠું કરી શકે.

આવા કેટલાક ચહેરાઓની ચર્ચા ભાજપમાં ચાલી રહી છે  

ભાજપસી આર પાટીલ 2020 માં પ્રદેશ ભાજપનું સુકાન સાંભળ્યું સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા ચૂંટણીમાં હાઈ કમાન્ડનું ઈચ્છીત પરિણામ તેમણે આપ્યું ભલે ગત લોકસભા ચૂંટણીમાં 1 લોકસભા સીટ ગુમાવી અને ઘણી બેઠકોમાં જીતના માર્જિન ખુબ ઓછા રહ્યા હોય પરંતુ તે પીએમની ગુડ બુકમાં રહ્યા છે,... જેથી તેને શિરપાવ આપવામાં આવ્યો અને નવી બનેલી કેન્દ્ર સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે..જેથી હવે નજીકના સમયમાં જ પ્રદેશ સંગઠનમાં નવા ચહેરાની નિમણુંક થશે..પરંતુ આ ચહેરો કોણ તેને લઈને પ્રદેશ ભાજપમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે..પરંતુ ચહેરાની પસંદગી સમયે 2 મુદ્દા લક્ષમાં રાખી નિમણુંક કરવામાં આવશે જેમાં જ્ઞાતિગત સમીકરણ અને સર્વ સ્વીકૃત ચહેરો હોય સને સંગઠનનો અનુભવી ચહેરો હોય. 

જ્ઞાતિગત સમીકરણ

જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો ઓબીસી સમાજના કોઈ ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા વધારે જોવાઈ રહી છે કારણ કે હાલમાં સરકારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો સંગઠનમાં ચહેરો આવે તે અન્ય સમાજ માંથી આપી બેલેન્સ કરવા પ્રયાસ કરવામાં આવશે.

ઓબીસી સમાજની વાત કરીએ તો

મયંક નાયક જે હાલમાં જ રાજ્યસભા સાંસદ બન્યા છે અને તે મોદી-શાહ બંનેની ગુડ બુકમાં છે ઓબીસી સમાજ માંથી આવે છે ઓબીસીમાં રહેલા નાના સમાજનો ચહેરો છે મયંક નાયક

હાલમાં પ્રદેશમાં ઓબીસી મોરચા અધ્યક્ષ છે અને જયારે તેને રાજ્યસભા માટે પસંદ કરાયા ત્યારે તે સર્વ સ્વીકૃત ચહેરો હતો,આ સિવાય દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે,ઓબીસી સમાજ માંથી આવી રહ્યા છે છેલ્લી 3 ટર્મથી તે ખેડા બેઠક પરથી જીતતા આવી રહ્યા છે અગાઉ જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા છે.

ધારાસભ્ય અમિત ઠાકરને પણ મળી શકે છે તક 

આ સિવાય એક નવો અને યુવા ચહેરો છે બ્રામ્હણ સમાજનો જે છે અમિત ઠાકર હાલમાં તે વેજલપૂર વિધાનસભાના ધારાસભ્ય છે અગાઉ તે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે અને તે અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે.ભૂતકાળમાં દરેક ચૂંટણીઓમાં તેમને અનેક સંગઠન લક્ષી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. 

જયેશ રાદડિયાને પણ મળી શકે છે તક

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર ચહેરાની વાત કરીએ તો સૌથી સ્ટ્રોંગ જે નામ ચર્ચામાં છે તે છે જયેશ રાદડિયાનું યુવા ચહેરો છે, સૌરાષ્ટ્રમાં સ્વીકૃત ચહેરો છે રાજકીય અને સહકારી ક્ષેત્રે મજબૂત પકડ ધરાવે છે સ્ટ્રોંગ નિર્ણય કરવા માટે જાણીતા છે અને ભૂતકાળમાં તે કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. 



    


  • Follow us on: