• 17 મેના રોજ શાળામાં બોર્ડની માર્કશીટનું વિતરણ થશે
  • માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા DEOને કરાઈ જાણ
  • આવતીકાલે માર્કશીટ પહોંચશે શાળાઓમાં

ગુજરાત બોર્ડના ધોરણ 12 નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9 મેના રોજ સવારે 9 વાગે જાહેર કરવામાં આવ્યું હતું. આ સમયે તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરિણામ જોયું હતું. હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીઈઓને જાણ કરી દેવામાં આવી છે કે તેઓ શુક્રવારે પરિણામ આપે.

15મે બુધવારે પરિણામ શાળાઓમાં પહોંચશે

ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામ જે-તે શાળાઓમાં આવતીકાલે પહોંચાડી દેશે. એટલે કે બુધવારે તમામ શાળાઓમાં બોર્ડની માર્કશીટ આવી જશે. આ પછી શાળાઓ 17 મેના રોજ બોર્ડની માર્કશીટનું વિતરણ કરે તેવી જાહેરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે.

કેટલું આવ્યું હતું ધો. 12નું પરિણામ

ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. તેમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતુ. વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારૂ પરિણામ આવ્યું છે. 

  • Follow us on: